Get The App

IMDBના ટોપ સેલિબ્રિટિઝની યાદીમાં 'સૈયારા'ની જોડી ચમકી, શાહરુખ ખાનને 'ઝટકો'

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
IMDBના ટોપ સેલિબ્રિટિઝની યાદીમાં 'સૈયારા'ની જોડી ચમકી, શાહરુખ ખાનને 'ઝટકો' 1 - image


IMDB Top 10 Celebrity List: IMDBએ ફિલ્મી સેલિબ્રિટિઝની એક નવી યાદી  જાહેર કરી છે જે  ચાર્ટમાં હાલમાં ટોચ પર છે. ટોપ 10 સેલિબ્રિટિઝની આ યાદીમાં, ઘણા લોકોએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે અને કેટલાક સ્ટાર્સ એવા છે જેમના નામ આ યાદીમાં નામ પણ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની આ યાદીમાંથી અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને સલમાન ખાન જેવા સ્ટાર્સ ગાયબ છે. બીજી તરફ 'સૈયારા' ના બંને એક્ટર્સે ધૂમ મચાવી છે. જોકે, આ વખતે આ યાદીમાં અભિનેતાઓ કરતા અભિનેત્રીઓએ વધુ બાજી મારી છે. આ અભિનેત્રીઓમાં 'સૈયારા'ની અનીત પડ્ડા અને 'પંચાયત 4'ની અભિનેત્રી સામેલ છે. જ્યારે અક્ષય કુમાર અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સને આ યાદીમાં સ્થાન નથી મળ્યું. બીજી તરફ ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ, ફાતિમા સના શેખ જેવી અભિનેત્રીઓ છવાઈ ગઈ છે.

1. અહાન પાંડે

ફિલ્મ 'સૈયારા'નો એક્ટર અહાન હાલમાં દરેક યુવાનોનો દિલ પર રાજ કરી રહ્યો છે. તેણે પોતાની પહેલી ફિલ્મથી જ એટલું સારું કામ કર્યું છે કે તે આ યાદીમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયો છે. ચંકી પાંડેનો ભત્રીજો અને અનન્યા પાંડેનો પિતરાઈ ભાએ પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મી દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

2. મોહિત સૂરી

'સૈયારા'ના ડાયરેક્ટર મોહિત સૂરી પણ આ યાદીમાં બીજા નંબર પર છે. તે ફરી એકવાર પોતાની લવ સ્ટોરી ફિલ્મોથી લઈને પોતાની ખુદની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં છે.

3. અનીત પડ્ડા

'સૈયારા'ની અનીત પડ્ડાએ IMDBની ટોપ 10 યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મમાં અહાન પાંડે સાથે જોવા મળેલી અનીતે વાણીના પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીની સાદગી બધાને ખૂબ પસંદ આવી રહી છે.

4. ઐશ્વર્યા રાય

આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન ચોથા નંબર પર છે. ઐશ્વર્યા પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે.

5. ફાતિમા સના શેખ

બીજી તરફ તાજેતરમાં જ નેટફ્લિક્સ પર 'આપ જૈસા કોઈ'માં આર માધવન સાથે નજર આવેલી ફાતિમા સના શેખ પાંચમાં નંબર પર પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

આ પણ વાંચો: ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

6. કેટરિના કૈફ

IMBDની આ યાદીમાં કેટરિના કૈફ 6માં નંબર પર છે.

7. શાહરૂખ ખાન

અહીં શાહરૂખ ખાનના ચાહકો આશ્ચર્ય અને દુઃખી પણ થઈ શકે છે. કારણ કે કિંગ ખાન IMDBની આ યાદીમાં સાતમા નંબર પર છે. જોકે, જે વ્યક્તિનું નામ વિશ્વના ટોપ એક્ટર્સમાં સામેલ હતું તેને આટલું પાછળ જોવું તેના ચાહકો માટે થોડું દુઃખદાયક હોઈ શકે છે.

8. આમિર ખાન

'સિતારે જમીન પર' ના અભિનેતા આમિર ખાન IMDBની આ યાદીમાં 8મા નંબર પર છે. આ ફિલ્મ ઉપરાંત અભિનેતા ગૌરી સ્પ્રેટ સાથેના પોતાના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.

9. સાનવિકા

'પંચાયત 4'માં પ્રધાનજીની પુત્રી રિંકીનું પાત્ર ભજવનાર સાનવિકાએ આ વખતે બાજી મારી લીધી છે. IMDBની આ યાદીમાં સાનવિકા નવમા નંબર પર છે.

10. આર માધવન

IMBDની આ ટોપ 10 યાદીમાં અભિનેતા આર માધવન 10મા નંબર પર છે, જે આ હાલમાં પોતાની ફિલ્મ 'આપ જૈસા કોઈ' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે જેમાં લોકોને માધવનની એક્ટિંગ ખૂબ પસંદ આવી છે.

Tags :