'હું મારી જાત નહીં પણ ટેલેન્ટ વેચવા આવી છું...' કાસ્ટિંગ કાઉચ અંગે જાણીતી અભિનેત્રી દુઃખી
image source: Instagram/Indira Krishna
Actress Indira Krishna: બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીએ તેના ખરાબ અનુભવ વિશે વાત કરી છે. પણ હવે સાઉથની જાણીતી અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણએ પણ હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને ચોંકાવનારી વાત કરી છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા કામના બદલામાં આપવામાં આવતી કાસ્ટિંગ કાઉચની ઑફર વિશે વાત કરી હતી અને તેમણે એ પણ જણાવ્યું કે કાસ્ટિંગ કાઉચનો અનુભવ હિન્દી ઇન્ડસ્ટ્રી કરતાં સાઉથની ઈન્ડસ્ટ્રીમાં વધુ થયો છે.
કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો ખુલાસો
અભિનેત્રી ઈન્દિરા કૃષ્ણને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,'મે કાસ્ટિંગ કાઉચ સામનો એક વાર નહીં ઘણી વાર કર્યો છે. મને મોટા ફિલ્મ નિર્માતાએ એક મોટા પ્રોજેક્ટ માટે પસંદ કરી હતી. તે પ્રોજેક્ટ દરમિયાન અમારી વચ્ચે કેટલાક મતભેદો પણ થયા હતા. હું તે પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે તૈયાર હતી,પણ છેલ્લી ઘડીએ, એક વાતે આખો સંબંધ બગાડી નાખ્યો.'
'હું મારી પ્રતિભા વેચવા આવી છું મારી જાતને નહીં'
ઇન્દિરા કૃષ્ણને આગળ કહ્યું હતું કે, 'મને યાદ છે, મને લાગ્યું કે હવે આ ફિલ્મ મારા હાથથી સરકી ગઈ છે, પછી ઘરે પહોંચ્યા પછી મે તેને મેસેજ કર્યો ત્યારે પણ તે ખરાબ રીતે જ વાત કરી રહ્યો હતો. તેની બૉડી લેંગ્વેજ અને તેની અપેક્ષા ઘણી વધી ગઈ હતી. સાથે તે દબાણ પણ કરવા લાગ્યો હતો. મને લાગ્યું કે હું આ પરિસ્થિતિ સંભાળી શકીશ નહીં. મે વિચાર્યું કે જો કાલથી શૂટિંગ શરૂ થશે અને આ સંબંધ બગડે તો શું થશે? મે તેમને આદરપૂર્વક કહ્યું કે હું મારી પ્રતિભા વેચવા આવી છું મારી જાતને નહીં. મારા શબ્દો કઠોર હતા પણ મને લાગ્યું કે તમે જેટલા સ્પષ્ટ રહેશે તેટલું સારું રહેશે. આ તમને તમારી સ્પીડ જાળવી રાખવામાં મદદ કરશે.