Entertainment
ઈલિયાનાએ બીજાં સંતાનના જન્મની પરોક્ષ જાહેરાત કરી
By GS TEAM
18 Jun 20251 min read

- પતિ માઈકલ ડોલનની નવજાત શિશુ સાથેની તસવીર શેર કરી
મુંબઇ : ઈલિયાના ડી ક્રૂઝ બીજાં સંતાનની માતા બની હોવાની અટકળો છે. તેણે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આ સંકેત મળ્યો છે.
ઈલિયાનાએ ફાધર્સ ડેના દિવસે પોતાના પાર્ટનર માઇકલ ડોલન એક નવજાત શિશુનો હાથ પકડી રહ્યો હોવાનો ફોટો શેર કર્યો હતો. તે પરથી મનાય છે કે તે બીજાં સંતાનની માતા બની ચૂકી છે. ઈલિયાનાએ ગત ઓક્ટોબર માસમાં પોતે બીજીવાર પ્રેગનન્ટ હોવાનું કન્ફર્મ કર્યું હતું.
ઈલિયાના ગત ઓગસ્ટ -૨૦૨૩માં તેનાં પહેલાં સંતાન કોઆન ફોનિક્સ ડોલનની માતા બની હતી.









