મેં મારા પરિવાર સાથે 'પઠાણ' ફિલ્મ જોઈ, તમે પણ તમારા પરિવાર સાથે જોઈ શકો છો: શાહરૂખ ખાન

Updated: Jan 25th, 2023


- ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પઠાણને 4.5 સ્ટાર્સ આપ્યા 

મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

બહુ ચર્ચિત અને વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના ફેન્સે સોશિયલ મીડિયા પર રિવ્યુ આપવાની શરુઆત થઈ ગઈ છે. આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારા ફેન્સે ટ્વિટર દ્વારા ફિલ્મનો રિવ્યુ શેર કર્યો છે. ચાહકો ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરનાર શાહરૂખ ખાનના વખાણ કરતા થાકતા નથી. સાથે જ ફિલ્મની એક્શનની પણ પ્રશંસા થઈ રહી છે.

પઠાણ ફિલ્મ માટે એક યુઝરે શાહરૂખ ખાનને ટ્વીટ કરીને પૂછ્યુ હતું કે, શું હું આ ફિલ્મ પોતાની ફેમિલી સાથે જોઈ શકું છું? હવે યુઝરના આ ટ્વીટને રીટ્વીટ કરી શાહરૂખ ખાને કહ્યું કે, મેં આ ફિલ્મ મારા પરિવાર સાથે જોઈ છે તો હું માનું છું કે, તમે પણ તમારા ફેમિલી સાથે જોઈ શકો છે. 

ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પઠાણને 4.5 સ્ટાર્સ આપ્યા છે. તેમણે ફિલ્મને બ્લોકસ્ટાર ગણાવી છે.  ફિલ્મને માત્ર મલ્ટિપ્લેક્સમાં જ નહીં પરંતુ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પણ બમ્પર એડવાન્સ બુકિંગ મળ્યું છે. મુંબઈના પ્રખ્યાત સિંગલ સ્ક્રીન થિયેટર્સ ગેઈટી, ગેલેક્સી અને મરાઠા મંદિરમાં 70 થી 80 ટકા ટિકિટ બુકિંગ થઈ ગઈ છે. દેશના દક્ષિણ ભાગોમાં એડવાન્સ બુકિંગ ચાર્ટમાં ટોચ પર રહેલી તે બોલીવુડની પ્રથમ ફિલ્મોમાંની એક છે. 

પઠાન ફિલ્મનું પહેલું ગીત 'બેશરમ રંગ' જ્યારે રિલીઝ કરવામાં આવ્યુ હતુ ત્યારે અભિનેત્રી દિપીકા પાદુકોણની બિકિનીના રંગને લઈને વિવાદ થયો હતો. લોકોએ તેને  હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યુ હતું. આ ઉપરાંત ફિલ્મમાં અમુક ડાયલોગમાં પણ વિવાદ થતા તેને બદલી નાખવામાં આવ્યા હતા. લોકોએ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પઠાનનો બોયકોટ કરાશે તેવા હેશટેગ ટ્રેન્ડ કરવાની શરુઆત કરી હતી.


    Sports

    RECENT NEWS