Entertainment

મેં સલમાન ખાનની ફિલ્મો ઠુકરાવી, રણબીર તો મારા ઘરે આવ્યો હતો કે પ્લીઝ...: કંગના રણૌતનો દાવો

By GS Team
25 Aug 20242 mins read
This article was originally published on 25 Aug 2024
TukuTouch Logo
અભિનેત્રી અને રાજનેતા કંગના રણૌત હાલમાં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. અભિનેત્રી ઘણીવાર બોલિવૂડમાં નેપોટિઝમ વિશે વાત કરે છે. હાલમાં જ કંગનાએ કહ્યું હતું કે, તેણે બોલિવૂડના ખાન કલાકારો સાથે કોઈ ફિલ્મ કેમ નથી કરી. તેમજ અભિનેત્રીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર પણ નિશાન સાધ્યું અને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મેં સલમાન ખાનની ફિલ્મો ઠુકરાવી, રણબીર તો મારા ઘરે આવ્યો હતો કે પ્લીઝ...: કંગના રણૌતનો દાવો

Kangana Ranaut Rejected Ranbir Kapoor Film:  અભિનેત્રી અને રાજનેતા કંગના રણૌત હાલમાં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. અભિનેત્રી ઘણીવાર બોલિવૂડમાં નેપોટિઝમ વિશે વાત કરે છે. હાલમાં જ કંગનાએ કહ્યું હતું કે, તેણે બોલિવૂડના ખાન કલાકારો સાથે કોઈ ફિલ્મ કેમ નથી કરી. તેમજ અભિનેત્રીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર પણ નિશાન સાધ્યું અને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો - સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર શ્રદ્ધાકપૂર પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ

રણબીરની ફિલ્મ કેમ કરી રિજેક્ટ

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ એક્ટ્રેસમાંથી બીજેપી સાંસદ બનેલી કંગના રણૌતને પૂછવામાં આવ્યું કે, શું તેના માટે જાહેરમાં તેનું અપમાન કરનારા લોકો સાથે વાત કરવી મુશ્કેલ છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, રણબીર કપૂર (Ranbir Kapoor)તેની સાથે 2018ની ફિલ્મ 'સંજુ' (Sanju) માં કામ કરવા માંગતો હતો, પરંતુ તેણે આ ઓફરને ઠુકરાવી દીધી હતી. રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા અને સોનમ કપૂર જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. આ ફિલ્મ સંજય દત્તની બાયોપિક હતી. કંગનાએ એ પણ કહ્યું કે, તેણે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી છે.

આ પણ વાંચો - કંગના રણૌતનો બોલિવૂડમાં ષડયંત્રનો દાવો: કહ્યું- મારી સાથે કામ ન કરવા લોકોને ધમકી અપાય છે

10-15 કરોડની ફિલ્મો ઠુકરાવી

કંગના રણૌતે આગળ કહ્યું કે- 'રણબીર ખુદ મારા ઘરે આવ્યો હતો અને કહ્યું, 'મહેરબાની કરીને સંજુમાં રોલ કરો'. અક્ષય કુમારે મને સિંઘ ઈઝ બ્લિંગની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે, તમે મારી સાથે કામ કરવા નથી માંગતાં. સલમાને બજરંગી ભાઈજાન, સુલ્તાનમાં કામ કરવાની ઓફર કરી હતી. પણ મેં ના કરી. મેં રૂ. 10-15 કરોડની ઓફર પણ નકારી કાઢી છે, કારણ કે તેઓ ફેરનેસ ક્રીમનું પ્રમોશન કરે છે. જે જાતિવાદ છે. હું શરૂઆતથી જ આવી હતી, સફળતા હાંસલ કરતા પહેલા પણ મેં ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી છે, પરંતુ હું એ સ્પષ્ટ કરી દઉં કે, ખાન હંમેશા મારી સાથે સારો વ્યવહાર કરે છે. હા, પરંતુ કેટલાક એવા લોકો છે, જેમણે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, પરંતુ ખાન તેમાથી ન હતા.