'મેં ભગવાનને પૂછ્યું કે કન્ફર્મ કરો નાના પાટેકર નર્કમાં પહોંચ્યા કે નહીં...', તનુશ્રી દત્તાનો નવો VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tanushree Dutta Cremation Ground Meditation Statement : બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા પોતાના એક નવા નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તેમણે કહ્યું છે કે તેણે સ્મશાનમાં બેસીને શાંતિ મળે છે અને ત્યાં ધ્યાન ધરવું ગમે છે. પોતાના પૂર્વજો અઘોરી હોવાનો તથા આત્માઓ સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરતી હોવાનો પણ દાવો કર્યો છે. તેના આ નિવેદનો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.
‘સ્મશાનમાં બેસીને ધ્યાન ધરવું ગમે છે’
તનુશ્રીએ ચાહકો સાથેની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેની તબિયત સારી નહોતી. જોકે, થોડું સારું લાગતાં તેઓ એક મંદિર પાસે આવેલા સ્મશાનમાં ગયાં હતાં. તેના કહેવા પ્રમાણે, આ જગ્યા તેને ખૂબ ગમે છે અને ત્યાં બેસવાથી શાંતિનો અનુભવ થાય છે. તેણે કાશીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાં પણ તેમને મંદિરમાં બેસવું ગમે છે, પરંતુ સ્મશાનમાં બેસીને ધ્યાન ધરવું પણ તેમને પસંદ છે. તનુશ્રીએ એવો દાવો પણ કર્યો કે તેમના આશરે 500 વર્ષ જૂના પૂર્વજો અઘોરી હતા. બાળપણમાં તેમને આવા લોકો દેખાતા હોવાનો અને સપનામાં પણ તેમના અનુભવ થતા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ દાવાઓ અંગે સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
આત્માઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતી હોવાનો દાવો
તનુશ્રીએ પોતાના નિવેદનમાં અભિનેતા નાના પાટેકરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભગવાનને નાના પાટેકર વિશે પ્રશ્નો પૂછયા હતાં અને તેના પરલોક અંગે ખાતરી મેળવવા માગતાં હતાં. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે, તે સાધના કરે છે અને આત્માઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. આ આધ્યાત્મિક અનુભવોને પોતાની શક્તિઓ સાથે જોડવાનો પણ તેણે દાવો કર્યો હતો.
સોશિયલ મીડિયા પર ચર્ચા
તનુશ્રીનાં નિવેદનો સામે આવ્યા બાદ લોકોમાં આશ્ચર્ય અને ચર્ચા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ ચર્ચા ચાલી રહી છે. એક યુઝરે કહ્યું કે, તેના દાવાઓને સ્વતંત્ર રીતે ચકાસવામાં આવ્યા નથી. તેથી તેને સ્થાપિત તથ્ય તરીકે નહીં, પરંતુ અભિનેત્રીના અંગત અનુભવો અને માન્યતાઓ તરીકે જ જોવાં જોઈએ. તનુશ્રી દત્તા અગાઉ પણ નાના પાટેકર અંગે વિવાદને કારણે સમાચારોમાં રહી ચુકી છે. આ નવા નિવેદનથી તે ફરી એકવાર ચર્ચામાં આવી છે.




