Entertainment

હૃતિકની વોર ટુ ફલોપઃ તેલુગુ રાઈટ્સ લેનારને 22 કરોડનું વળતર અપાશે

By GS TEAM
21 Aug 20251 min read
હૃતિકની વોર ટુ ફલોપઃ તેલુગુ રાઈટ્સ લેનારને 22 કરોડનું વળતર અપાશે

- 400 કરોડના બજેટના 50 ટકા પણ ન નીકળ્યા 

- જુનિયર એનટીઆર પણ હોવાથી નાગા વામસીએ 120 કરોડમાં રાઈટ્સ લીધા હતા

મુંબઈ : હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ 'વોર ટુ' ટિકિટબારી પર ફલોપ  થઈ છે. ૪૦૦ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મને ૨૦૦ કરોડની કમાણી માંડ  થઈ છે. આ સંજોગોમાં આ ફિલ્મને તેલુગુમાં રીલિઝ કરવાના રાઈટ્સ લેનારા નાગા વામસીને વળતર ચૂકવવું પડે  તેવી  હાલત સર્જાઈ છે.  આ ફિલ્મમાં જુનિયર એનટીઆર પણ હોવાથી  ફિલ્મ તેલુગુમાં મોટાપાયેલ હિટ થશે તેમ માની નાગા વામસીએ ૮૦ કરોડમાં ફિલ્મના રાઈટ્સ લીધા હોવાનું કહેવાય છે. અંદાજ એવો હતો કે ફિલ્મનું તેલુગુ વર્ઝન જ ૧૦૦  કરોડની કમાણી તો કરી જ લેશે. જોકે, આ ફિલ્મ બહુ નબળી હોવાના રિવ્યૂ અગાઉ જ આવી  ગયા હતા.  અધૂરામાં પૂરું આ ફિલ્મ ટિકિટબારી પર રજનીકાંતની 'કુલી' સાથે ટકરાઈ હતી. આ સંજોગોમાં ફિલ્મનાં તેલુગુ  વર્ઝનને ૫૦ કરોડની કમાણી પણ માંડ માંડ થઈ હોવાનું કહેવાય છે. 

આથી  ફિલ્મની નિર્માતા કંપની યશરાજ ફિલ્મ્સ હવે નાગા  વામસીને આ નુકસાન પેટે ૨૨ કરોડ રુપિયાનું વળતર ચૂકવવાની છે તેવી વાત સાઉથના ફિલ્મ વર્તુળોમાં ચર્ચાય છે.