Get The App

હૃતિકે ગર્લફ્રેન્ડ સબાને ફક્ત ૭૫ હજારમાં ફલેટ ભાડે આપ્યો

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
હૃતિકે ગર્લફ્રેન્ડ સબાને ફક્ત ૭૫ હજારમાં ફલેટ ભાડે આપ્યો 1 - image


- આ ફલેટનું સામાન્ય ભાડું બે લાખથી વધારે   

- મુંબઉના જૂહુ વરસોવા રોડ પરની બિલ્ડિંગમાં હૃતિકની 100 કરોડની માલિકીની બે પ્રોપર્ટી

મુંબઈ : હૃતિક રોશને મુંબઈના જૂહુ વરસોવા રોડ જેવા મોંઘાદાટ એરિયામાં થ્રી બીએચકે જેટલો વિશાળ ફલેટ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને ફક્ત ૭૫ હજાર રુપિયામાં ભાડે આપી દીધો છે. આ વિસ્તારમાં આ ભાડાંમાં વન બીએચકે ફલેટ પણ મળવો મુશ્કેલ છે. થ્રી બીએચકે ફલેટનું ભાડું બે લાખ રુપિયાથી શરુ થતું હોય છે તેમ બજાર વર્તુળોનું કહેવું છે. 

આ ફલેટ આશરે ૧૦૦૦થી ૧૩૦૦ ચોરસ ફૂટનો છે. મુંબઈમાં ફલેટ્સની સામાન્ય સાઈઝ કરતાં પણ આ ફલેટ વધારે મોટો છે. 

હૃતિકે આ બિલ્ડિંગમાં બે પ્રોપર્ટીમાં આશરે ૧૦૦ કરોડનું રોકાણ કરેલું છે. તેમાં ૧૮મા માળના એક ફલેટ તથા ૧૯ અને ૨૦મા માળના ડુપ્લેક્સનો સમાવેશ થાય છે. 

Tags :