Get The App

Housefull 5: ફર્સ્ટ શોમાં જ ફિલ્મે કમાઈ લીધા આટલા કરોડ, જાણો ઓપનિંગ ડેની કમાણી

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
Housefull 5: ફર્સ્ટ શોમાં જ ફિલ્મે કમાઈ લીધા આટલા કરોડ, જાણો ઓપનિંગ ડેની કમાણી 1 - image


Housefull 5 box office collection day 1: ફિલ્મ 'હાઉસફુલ 5' એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. એડવાન્સ બુકિંગ દ્વારા કરોડોની કમાણી બાદ મોર્નિંગ શોમાં પણ દર્શકોની ભારે ભીડ જોવા મળી. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત જેવા ધુરંધર જેવા અભિનેતાથી સજાયેલી ફિલ્મ હાઉસફુલ 5 શુક્રવારે 6 જૂને ભારતમાં રિલીઝ થઈ ગઈ છે.   

ફિલ્મની એડવાન્સ બુકિંગના આંકડા 

બોક્સ ઓફિસ પર હાઉસફુલ 5 ખૂબ સારું પ્રદર્શન કરી શકે તેવી દર્શકોને આશા છે. આ ફિલ્મના 17,366 શો માટે 2,52,814 ટિકિટની એડવાન્સ બુકિંગ કરાઇ છે. એક રિપોર્ટ્ અનુસાર, ફિલ્મ મેકર્સે રૂ. 8.02 કરોડની કમાણી એડવાન્સ બુકિંગથી કરી લીધી છે. જ્યારે હાઉસફુલ 5એ બોક્સ ઑફિસ પર મોર્નિંગ શોમાં રૂ. 2.17 કરોડનું કલેક્શન કર્યું છે. 

પહેલા દિવસનું કલેક્શન

ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. શરૂઆતના કલેક્શન વિશે વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે રૂ. 18.55 કરોડથી વધુની કમાણી કરી હોવાનો અંદાજ છે. જ્યારે અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ' ફિલ્મે પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો: હાઉસફૂલ 2ની અભિનેત્રીએ ગુપચુપ લગ્ન કરી લીધા, કરોડપતિ બિઝનેસમેન સાથે સાત ફેરાં લીધા

બોલિવૂડની સૌથી મોટી કોમેડી ફ્રેન્ચાઇઝ 'હાઉસફુલ 5' ફિલ્મનું દિગ્દર્શન તરુણ મનસુખાની દ્વારા થયું છે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, નાના પાટેકર, જેકી શ્રોફ, ફરદીન ખાન, શ્રેયસ તલપડે, ડિનો મોરિયા, જેકલીન ફર્નાન્ડીઝ, નરગિસ ફાખરી, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહ, સૌંદર્યા શર્મા, ચંકી પાંડે, જોની લીવર અને નિકિતિનએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચો: અફેર બાદ થઈ ગયું હતું બ્રેકઅપ! વિરાટ-અનુષ્કાની વાત લગ્ન સુધી કેવી રીતે પહોંચી? જાણો બંનેની લવસ્ટોરી વિશે

Tags :