Get The App

અફેર બાદ થઈ ગયું હતું બ્રેકઅપ! વિરાટ-અનુષ્કાની વાત લગ્ન સુધી કેવી રીતે પહોંચી? જાણો બંનેની લવસ્ટોરી વિશે

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
અફેર બાદ થઈ ગયું હતું બ્રેકઅપ! વિરાટ-અનુષ્કાની વાત લગ્ન સુધી કેવી રીતે પહોંચી? જાણો બંનેની લવસ્ટોરી વિશે 1 - image


Virat Kohli - Anushka Sharma Love Story : RCBએ IPLની ટ્રોફી જીતી તેની ખુશીમાં વિરાટ કોહલી મેદાન પર રડી પડ્યો હતો. અનુષ્કા શર્માને ગળે લગાવ્યા બાદ તે ખૂબ રડ્યો હતો. વિરાટ અને અનુષ્કાની બોંડિંગના આ ક્ષણો જોઈ ચાહકો પણ ભાવુક થયા. બંને છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી આ રીતે એક-બીજાને ખભેથી ખભો મિલાવી ઉભા રહે છે. ચાલો જાણીએ કે કપલનો સંબંધ બ્રેકઅપના સમાચારો પછી લગ્નના મંડપ સુધી કેવી રીતે પહોંચ્યો. 

વિરાટ-અનુષ્કાની પહેલી મુલાકાત 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત એક શેમ્પૂના એડની શૂટિંગ દરમિયાન થઈ હતી. બંનેને પહેલી નજરે પ્રેમ નહોતો થયો. પહેલા મિત્રતા પછી બંનેની સારી બોંડિંગ જોવા મળી. વર્ષ 2014માં સાઉથ આફ્રિકાની ટૂર બાદ વિરાટ અનુષ્કાના ઘરે સ્પોટ થતાં જોવા મળેલા. ધીમે ધીમે તેઓ મીડિયાની નજર બચવા છૂપી રીતે મળવા લાગ્યા. ક્યારેક વિરાટ અનુષ્કાના ફિલ્મના સેટ પર નજર આવતો, તો ક્યારે અનુષ્કા વિરાટને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી જતી. ત્યાં બંને એકબીજાને ફ્લાઈંગ કિસ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા.

વિરાટ અને અનુષ્કાના સંબંધમાં બ્રેકઅપ

અનુષ્કા અને વિરાટે ક્રિકેટ સિવાય તેમની પર્સનલ લાઈફમાં પણ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે અનુષ્કાને વિરાટના નબળા પ્રદર્શન માટે ટ્રોલ કરવામાં આવી હતી. વર્ષ 2016માં તેમની વચ્ચે થોડો સમય મતભેદો થયા હતા. સોશિયલ મીડિયા પર બંનેએ એક-બીજાને અનફોલો પણ કર્યા હતા. તેઓ અલગ થતાં તેમના સંબંધની ઘણી અટકળો અને ચર્ચાઓ થઈ હતી. જોકે, આ બ્રેકઅપ લાંબો ટક્યું નહીં અને બંનેએ તેમના મતભેદો દૂર કરીને સંબંધ ફરી તાજા કર્યા. 

આ પણ વાંચો: 'તારક મહેતા કા ઉલ્ટા...' ના બબીતાજી શૉ છોડશે? સલમાનના 'બિગ બોસ 19' માં ભાગ લે તેવી ચર્ચા

2017માં ધૂમધામથી લગ્ન 

વર્ષ 2017માં બંનેએ ઇટલીમાં લગ્ન કર્યા. દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ અને બોલિવૂડની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. વર્ષ 2021માં કપલે દીકરી વામિકાને તો વર્ષ 2024માં દીકરા અકાયાને જન્મ આપ્યો. હવે બંને લંડનમાં વધુ સમય વિતાવે છે અને પાર્ટીઓ કરતાં ધાર્મિક યાત્રાઓને વધુ પસંદ કરે છે.

Tags :