Entertainment

એક્શન કિંગ હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને Honourary Oscar થી સન્માનિત કરાશે

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
એક્શન કિંગ હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝે પોતાના કરિયરમાં એકથી ચઢતી એક ફિલ્મોમાં કામ કર્યું છે. ચાહકો એક્ટરના કામને ખૂબ જ પસંદ કરે છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ છે. હવે એક્ટરને પોતાની મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે. હોલિવૂડથી આવી રહેલા સમાચારો પ્રમાણે ટોમ ક્રૂઝને ઓસ્કર મળવા જઈ રહ્યો છે. આ સાથે જ મ્યૂઝિક આઈકોન ડોલી પાર્ટન, કોરિયોગ્રાફર ડેબી એલન અને પ્રોડક્શન ડિઝાઈનર વિન થૉમસને પણ સન્માનિત કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્શન કિંગ હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને Honourary Oscar થી સન્માનિત કરાશે

Image Source: Twitter

Tom Cruise To Receive Honorary Oscar: એક્શન કિંગ હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝે પોતાના કરિયરમાં એકથી ચઢતી એક ફિલ્મોમાં કામ કર્યું છે. ચાહકો એક્ટરના કામને ખૂબ જ પસંદ કરે છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ છે. હવે એક્ટરને પોતાની મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે. હોલિવૂડથી આવી રહેલા સમાચારો પ્રમાણે ટોમ ક્રૂઝને ઓસ્કર મળવા જઈ રહ્યો છે. આ સાથે જ મ્યૂઝિક આઈકોન ડોલી પાર્ટન, કોરિયોગ્રાફર ડેબી એલન અને પ્રોડક્શન ડિઝાઈનર વિન થૉમસને પણ સન્માનિત કરવામાં આવશે. 

ટોમ ક્રૂઝનો પહેલો Honourary Oscar

35 વર્ષ પહેલાં ટોમ ક્રૂઝને પહેલી વાર ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું, અને હવે તેને 2025માં માનદ ઓસ્કાર (Honorary Oscar)થી સન્માનિત કરવામાં  62 વર્ષીય ક્રૂઝ મિશન: ઈમ્પોસિબલ અને ટોપ ગન જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે પ્રખ્યાત છે. તે પોતાના ખતરનાક સ્ટંટ અને થિયેટરોને જીવંત રાખવાના પ્રયાસો માટે જાણીતો છે.

એક અહેવાલ પ્રમાણે કોરોના મહામારી દરમિયાન તેની ફિલ્મ ટોપ ગન: મેવરિક એ થિયેટર્સમાં જીવ ફૂંક્યો હતો. ટોમ ક્રૂઝને બોર્ન ઓન ધ ફોર્થ ઓફ જુલાઈ, જેરી મગ્વાયર અને મેગ્નોલિયા માટે ત્રણ એક્ટિંગ નોમિનેશન અને ટોપ ગન: મેવરિક માટે બેસ્ટ પિક્ચર નોમિનેશન મળી ચૂક્યું છે.

ડોલી પાર્ટનને હ્યુમેનિટેરિયન એવોર્ડ

મ્યૂઝિક અને એક્ટિંગની દુનિયાની રાણી ડોલી પાર્ટનને જીન હર્શોલ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ડોલીએ 9 ટૂ 5 અને સ્ટીલ મેગ્નોલિયાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને 100 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચ્યા છે. તેની હોલિવૂડ ફાઉન્ડેશન અને ઈમેજિનેશન લાઈબ્રેરીએ 1995થી અત્યાર સુધીમાં 28.5 કરોડ પુસ્તકો બાળકો સુધી પહોંચાડ્યા છે. ડોલીને 9 ટૂ 5 અને ટ્રેવલિન થ્રૂ ગીત માટે બે ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. આ એવોર્ડ તેની સમાજસેવા માટે છે. 

આ પણ વાંચો: ખામેનેઈની સત્તાના પાયા હલાવી નાંખીશું: હોસ્પિટલ પર હુમલા બાદ ભડક્યું ઈઝરાયલ

ડેબી એલનની શાનદાર કોરિયોગ્રાફી

ડેબી એલન જેને ફેમ અને ગ્રે'સ એનોટોમીમાં તેના કામ માટે જાણીતો છે તેને પણ Honourary Oscar થી સન્માનિત કરાશે. અહેવાલ પ્રમાણે ડેબીએ સાત વખત ઓસ્કર સમારોહની કોરિયોગ્રાફી કરી છે, જેમાંથી 4ને એમી નોમિનેશન મળ્યું છે. તે એક્ટિંગ, ડાયરેક્શન અને પ્રોડક્શનમાં પણ કમાલ દેખાડી ચૂક્યા છે. તેની ફિલ્મો અને શો જેમ કે અ ડિફરન્ટ વર્લ્ડ અને ઈનસિક્યોર એ અનેક જનરેશનને પ્રેરણા આપી છે. 

પ્રોડક્શન ડિઝાઈનર વિન થોમસને પણ Honourary Oscarથી સન્માનિત કરવામાં આવશે. વિને પોતાની ડિઝાઈનથી ડુ ધ રાઈટ થિંગ, માલ્કમ એક્સ, હિડન ફિગર્સ અને અ બ્યુટીફુલ માઈન્ડ જેવી ફિલ્મોને જીવંત બનાવી. તે લાંબા સમયથી સ્પાઈક લી સાથે કામ કરી રહ્યો છે. વિન બીજો પ્રોડક્શન ડિઝાઈનર છે, જેને આ સન્માન મળશે.