Get The App

'રામાયણ' માં ભગવાન શિવનું પાત્ર ભજવનાર એક્ટર છે કરોડપતિ, મહિનાની આવક જાણી ચોંકશો

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
'રામાયણ' માં ભગવાન શિવનું પાત્ર ભજવનાર એક્ટર છે કરોડપતિ, મહિનાની આવક જાણી ચોંકશો 1 - image
                                                                                                                                                                                                                                                                     image source: IANS 

Mohit raina net worth: રણબીર કપૂરની 900 કરોડની ફિલ્મ 'રામાયણ'ની પહેલી ઝલક સામે આવતા તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. તેની પહેલી ઝલકે ચાહકોનો એક્સાઇટમેન્ટ વધારી છે. રામાયણની પૂરી ટીમનો ખૂલાસો થઇ ગયો છે. રણબીર જ્યાં રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવશે, તો ત્યાં સાઉથના જાણીતી એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવશે, અને કન્નડના સ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. દિગ્ગજ અભિનેતા સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે ભગવાન શિવની ભૂમિકામાં જાણીતા ટીવી એક્ટર મોહિત રૈના જોવા મળશે. આવો જાણીએ મોહિત કેટલા શ્રીમંત છે તેની એક દિવસની કમાણી કેટલી છે?.

આ પણ વાંચો : ગર્ભવતી થતાં જ શૉ હોસ્ટિંગમાંથી કાઢી મૂકાઈ, એક્ટ્રેસે યાદ કરતા કહ્યું- આ બધું ફેક છે

મોહિત રૈનાની એક્ટિંગ કારકિર્દી 

મોહિતનો જન્મ જમ્મુ-કાશ્મીરમાં 14 ઓગસ્ટ 1982ના રોજ થયો હતો. 42 વર્ષના મોહિતે તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ 2004ની ટીવી સીરિયલ 'અંતરિક્ષ'થી કરી હતી. ત્યાર બાદ તેણે 2008માં બોલિવૂડના અભિનેતા મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'ડોન મુથુ સ્વામી'માં પણ કામ કર્યું હતું. પછી 'ચેહરા'(2009) અને 'ગંગા કી ધીજ' (2010)જેવી ટીવી સીરિયલ્સમાં પણ નજર આવ્યો છે. જો કે તેને તેની સાચી ઓળખ વર્ષ 2011ની સીરિયલ 'દેવો કે દેવ.. મહાદેવ'થી મળી હતી. ભગવાન શિવના પાત્રમાં તે લોકપ્રિય થયો હતો. મોહિતે 'કાફિર' અને 'મુંબઈ ડાયરી' જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. તે સિવાય વિકી કૌશલની બ્લોકબસ્ટર ફિલ્મ 'ઉરી'માં પણ કામ કર્યું છે. 

આટલા કરોડના માલિક છે મોહિત 

મોહિતે તેની 20 વર્ષની એક્ટિંગ કારકિર્દીમાં સારી નામના મેળવી છે. એક રિપોર્ટ મુજબ, મોહિતની નેટવર્થ 2019માં 5.5 મિલિયન ડૉલર (ભારતીય રૂપિયામાં 47 કરોડ 22 લાખ રૂપિયા) હતી, જે 6 વર્ષમાં બે મિલિયન ડૉલરથી વધી ચૂકી છે. 2025માં તેની કુલ નેટવર્થ 7.5 મિલિયન ડૉલર (64 કરોડ 39 લાખ રૂપિયા) છે. જ્યારે એક્ટર દર મહિને લગભગ 10 લાખ રૂપિયાની કમાણી કરે છે. 

Tags :