કેન્સર સામે ઝઝૂમી રહેલ હીના ખાનનો સાથ બોયફ્રેન્ડે છોડ્યો ? એક પોસ્ટથી Break Upની અટકળો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
કેન્સર સામે ઝઝૂમી રહેલ હીના ખાનનો સાથ બોયફ્રેન્ડે છોડ્યો ? એક પોસ્ટથી Break Upની અટકળો 1 - image


Hina Khan: લોકપ્રિય ટીવી અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં તેના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એકટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ પર છે. હિના ખાન તબિયતને લઇને પોતાના ફેંન્સને સોશિયલ મીડિયા પર અપડેટ આપતી રહે છે.  

હવે હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટ પણ આ વાતનો સંકેત આપી રહી છે કે, હિના ખાન તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે બ્રેકઅપ કરી લીધું છે. 

શું હિના ખાન અને રોકી જયસ્વાલનું બ્રેકઅપ થયું?

કેન્સર સામે ઝઝૂમી રહેલ હીના ખાનનો સાથ બોયફ્રેન્ડે છોડ્યો ? એક પોસ્ટથી Break Upની અટકળો 2 - image

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર આવી એક પોસ્ટ શેર કરી છે. હિના ખાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “જો મેં જીવનમાં કંઈ શીખ્યું હોય તો તે એ છે કે જે લોકો તમને પ્રેમ કરે છે તે તમને ક્યારેય છોડતા નથી. "જે લોકો છોડે છે તેઓ કોઈનો ઉપયોગ કરી રહ્યા છે."

અભિનેત્રીની પોસ્ટ જોઈને હવે દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણે તેના બોયફ્રેન્ડ રોકી સાથે બ્રેકઅપ કરી લીધું છે. જો કે, હિનાએ પોસ્ટમાં કોઈનું નામ નથી લખ્યું અને ન તો તેના પર રોકીની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે.

હિના અને રોકીની મુલાકાત કેવી રીતે થઈ?

જોકે આ પહેલીવાર નથી. આ પહેલા પણ હિના અને રોકીના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે. હિના ખાન અને રોકી જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની મુલાકાત હિનાના પહેલા શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર થઈ હતી. અહીંથી બંનેની મિત્રતા થઈ અને પછી તે પ્રેમમાં બદલાઈ ગઈ.


Google NewsGoogle News