નવાબી સંપત્તિ મામલે સૈફ અલી ખાનને મોટો ઝટકો, હાઈકોર્ટે 25 વર્ષ જૂનો આદેશ પલટ્યો
Image: Instagram |
Saif Ali Khan: મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ભોપાલ રાજ્યના નવાબ હમીદુલ્લા ખાનની મિલકતના વારસા અંગે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને રદ કરી દીધો છે. ટ્રાયલ કોર્ટે આ નિર્ણય વર્ષ 2000માં આપ્યો હતો. કોર્ટે હવે કહ્યું છે કે, સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરવામાં આવશે. આ સાથે, ટ્રાયલ કોર્ટને 1 વર્ષની અંદર ચુકાદો આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
શું હતો કેસ?
આ સમગ્ર કેસમાં, નવાબ હમીદુલ્લાહ ખાનના મોટા ભાઈના વંશજો બેગમ સુરૈયા, કામરાતાજ રાબિયા સુલતાન અને અન્ય વતી અપીલ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પૂર્વ ક્રિકેટર નવાબ મન્સૂર અલી ખાન પટૌદી, શર્મિલા ટાગોર, સૈફ અલી ખાન, સબા સુલ્તાન, સોહા અલી ખાનને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ શેફાલી જરીવાલાની અંતિમ ઈચ્છા પૂરી થઈ, મ્યુઝિક ડાયરેક્ટરની જાહેરાત બાદ ચાહકો થયા ભાવુક
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં, બાકીના વારસદારોએ મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર મિલકતના વિભાજનની માંગણી ઉઠાવી છે. જેમાં, અરજદાર દ્વારા ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે ખોટી રીતે ધારી લીધું છે કે નવાબની અંગત મિલકતો ગાદીનો ભાગ છે. આમ, તે આપમેળે ગાદીના વારસદારને ટ્રાન્સફર થઈ જશે.
નવેસરથી થશે સુનાવણીઃ હાઇકોર્ટ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સૈફ અલી ખાનની મિલકતો છે. તેના સંદર્ભમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અરજદારની દલીલના જવાબમાં કોર્ટે કહ્યું કે, મિલકતોનો ઉત્તરાધિકાર સાથે કોઈ સંબંધ નથી. મિલકતોનું વિભાજન વારસાના કાયદા અનુસાર કરવામાં આવશે. આ જ કારણ છે કે મધ્યપ્રદેશ હાઇકોર્ટે ભોપાલ ટ્રાયલ કોર્ટના 25 વર્ષ જૂના નિર્ણયને રદ કર્યો છે. આ સાથે, તેણે આદેશ આપ્યો કે સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરવામાં આવે અને આગામી એક વર્ષમાં ચુકાદો આપવામાં આવે.
આ પણ વાંચોઃ સલમાન ખાને અડધી રાતે શેર કરી પોસ્ટ, બેકગ્રાઉન્ડના પોસ્ટરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
હાઇકોર્ટે ચુકાદો કર્યો રદ
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ કેસમાં અલ્હાબાદ હાઇ કોર્ટના નિર્ણયને રદ કરવાનો આધાર બનાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટે અન્ય પાસાઓ પર વિચાર કર્યો ન હતો. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આ કેસ મિલકતના વિભાજન સાથે સંબંધિત છે. તેથી, સીપીસીના ઓર્ડર 14 નિયમ 23A અનુસાર, આ કેસોને નવા નિર્ણય માટે ટ્રાયલ કોર્ટમાં પાછા મોકલવામાં આવે છે.