Updated: Mar 19th, 2023
- મને સારો રોલ ઓફર કરવામાં આવશે તો તેમની સાથે ચોક્કસ કામ કરીશ
મુંબઇ : હેમામાલિની એક ઉત્કૃષ્ટ અભિનેત્રી અને એક અસાધારણ નૃત્યાંગના છે. તે એક નૃત્ય બેલે ગંગાનો હિસ્સો બની છે. જે ૧૯માર્ચના રોજ મુંબઇમાં નાટયથિયેટરમાં થવાનો છે. નદીઓને સાફ રાખવાની જાગૃકતા વિશે આ બેલે યોજવામાં આવ્યો છે. હેમામાલિનીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેને હજી પણ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા છે. ખાસ કરીને અભિનેત્રીએ એસએસ રાજામોલીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. તેણે કહ્યુ ંહતું કે,રાજામૌલી મને સારો રોલ ઓફર કરશે તો ચોક્કસ હું તેમાં કામ કરવા તૈયાર થઇશ.
હેમામાલિનીએ એમ પણ કહ્યુ ંહતું કે, સારી ભૂમિકા મળશે તો એ પ્રોજેક્ટમાં કામ કરવાની તૈયારી દર્શાવીશ. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે મને પબ્લિસિટી પસંદ નથી. હું વેબ સીરીઝ કરી રહી છું કે કોઇ ફિલ્મમાં ભૂમિકા ભજવીરહી છું એની જાહેરાત કરવી મને પસંદ નથી. મને અભિનય કરવો પસંદ છે અને મને યોગ્ય સારી ભૂમિકાઓ હોય તો મારો ચોક્કસ સંપર્ક કરશો તેમ પણ તેણે જણાવ્યુ ંહતું.