Get The App

‘સનમ તેરી કસમ’ના એક્ટરનો આબાદ બચાવ, આગની ઝપેટમાં આવતા બચી ગયો, શેર કર્યો VIDEO

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
‘સનમ તેરી કસમ’ના એક્ટરનો આબાદ બચાવ, આગની ઝપેટમાં આવતા બચી ગયો, શેર કર્યો VIDEO 1 - image


Harshvardhan Rane Video : ‘સનમ તેરી કસમ’ એક્ટર હર્ષવર્ધન રાણે આગની ઝપેટમાં આવતા બાલબાલ બચી ગયો છે. એક્ટરે ઈન્ટાગ્રામ પર ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. વાસ્તવમાં હર્ષવર્ધનની અપકમિંગ ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’નો ફાઈનલ શેડ્યૂલ ચંડીગઢમાં રખાયો હતો. આ દરમિયાન ફિલ્મની ટીમે કેક કટિંગની પાર્ટી રાખી હતી.

ફુગ્ગામાં બ્લાસ્ટ, આગની જ્વાળાઓ ઉડી

પાર્ટીમાં હર્ષવર્ધન રાણે સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર હતા. આ દરમિયાન પાર્ટીમાં લગાવાયેલા હીલિયમના ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો, જેના કારણે આગની જ્વાળાઓ ઉડતા ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.

ભગવાનની મહેરબાનીથી બધા લોકો સુરક્ષિત : હર્ષવર્ધન

એક્ટરે ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘ભગવાનની મહેરબાનીથી બધા લોકો સુરક્ષિત છે. આજે સવારે અમે તમામ લોકો સુરક્ષિત હતા. અમારી આખી ટીમ સતત પાંચ રાત્રીથી શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ અમારા ટીમે ફિલ્મનું શૂટિંગ પુરુ થવાની ખુશીમાં ઉજવણી કરી રહી હતી. આ દરમિયાન અમારી પાછળ 8-9 ફૂટ દૂર હીલિયમ ફુગ્ગામાં બ્લાસ્ટ થયો હતો.’

એક્ટરે વીડિયો શેર કર્યો

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પાર્ટી દરમિયાન ફુગ્ગામાં અચાનક બ્લાસ્ટ થતા અને આગની જ્વાળાઓ ઉડતા આસપાસના તમામ લોકો ગભરાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે હર્ષવર્ધને તમામને શાંત પાડતો દેખાઈ રહ્યો છે. એક્ટરે વીડિયો શેર કર્યા બાદ અને યુઝર્સે પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે.

ફિલ્મ બે ઓક્ટોબરે થશે રિલીઝ

‘દીવાને કી દીવાનિયત’ ફિલ્મની વાત કરીએ તો તેમાં હર્ષવર્ધનની સાથે સોનમ બાજવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ બે એક્ટોબર દશેરાના દિવસે થિયેટરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ ફિલ્મનું એક પોસ્ટ રિલીઝ થયું છે, જેમાં હર્ષવર્ધન અને સોનમની કેમેસ્ટ્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે.

Tags :