જાણીતા સિંગર ગુરુ રંધાવાના નવા સોન્ગ પર હોબાળો, વિદ્યાર્થીઓની જાતીય સતામણીનો આરોપ
Guru Randhawa New Song Azul Controversy: પંજાબી ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર ગુરુ રંધાવા હાલના દિવસોમાં તેના નવા ગીત 'અઝૂલ'ને લઈને ચર્ચામાં છે. આ ગીત જ્યારથી રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારથી આ ગીત યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્રણ અઠવાડિયામાં જ મ્યૂઝિક ટ્રેન્ડિંગ ચાર્ટમાં અજૂલ ગીત 12માં નંબરે છે. એટલું જ નહીં, ગુરુ રંધાવાના આ ગીતને 43 મિલિયન્સથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે. એક બાજુ લોકો આ ગીત પર રીલ્સ બનાવી રહ્યા છે તો ત્યારે સોશિયલ મીડિયા પર 33 વર્ષના સિંગરને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. લોકોએ તેની પર અજુલ ગીત દ્વારા સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓની કથિત રીતે જાતીય શોષણ અને હિંસક વર્તનને સામાન્ય બનાવવાનો આરોપ લગાવ્યો છે.
સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓને બતાવવું ભારે પડ્યું
ગુરુ રંધાવાના આ ગીતમાં સ્કૂલે જતી વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવી છે અને ગીતમાં દારૂનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે લોકોને ગમ્યું નથી. એક યુઝરે કહ્યું, 'મને હંમેશાંથી ગુરુ રંધાવાથી નફરત રહી છે અને હવે તેના નવા મ્યુઝિકના વીડિયો 'અઝૂલ' મને ગુરુથી નફરત કરવાના વધુ કારણો આપ્યા છે. મહિલાઓને વસ્તુ તરીકે રજૂ કરવું સંગીત નથી. પેડોફિલિયા સંગીત નથી.'
આ પણ વાંચો : શાહરુખને ઈજાને કારણે કિંગ ફિલ્મ પાછી ઠેલાઈ જશે
છોકરીઓને ઓબ્જેક્ટિફાઇ કરવા પર વિવાદ
એક યુઝરે એક્સ પર લખ્યું, 'તેના પરંપરાગત પ્રભાવને કારણે ગુરુ રંધાવાને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંગીતના વીડિયોમાં શાળાની વિદ્યાર્થીઓને વસ્તુ તરીકે દર્શાવવી તે કળા નથી, પણ તે નુકસાનકારક છે, બાળપણથી જ આવી ઘટનાઓથી હું પસાર થઈ છું. તેને ગ્લેમરાઈઝ કરવાનું બંધ કરવું જોઈએ.' આ રીતે સોશિયલ મીડિયા પર ગુરુ રંધાવાને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ગુરુ તેનું ગીત સિર્રાને લઈને પણ મુશ્કેલીમાં ફસાયો છે. આ ગીતમાં અફીણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની પર અફીણને પ્રમોટ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, સાથે તેને સમન્સ પણ મોકલવામાં આવ્યું છે.