શું ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે લઈ રહ્યો છે છૂટાછેડા? જાણો એક્ટરના વકીલે શું કર્યો ખુલાસો
Govinda's Lawyer Denies Divorce Rumours With Sunita Ahuja: બોલિવૂડ અભિનેતા ગોવિંદા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે પોતાની પર્સનલ લાઈફના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે અભિનેતા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે બધું બરાબર નથી. તેના છૂટાછેડા થવાની વાતો પણ ઘણી વાર સામે આવી, પરંતુ દરેક વખતે અભિનેતાની પત્નીએ આ અફવાઓને ખોટી ગણાવી હતી. પરંતુ હવે ફરી એકવાર આ દંપતી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.
ગોવિંદાના છૂટાછેડાની અફવા: પત્નીએ કોર્ટમાં અરજી કરી હોવાનો દાવો
તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે સુનીતા આહુજાએ કથિત રીતે 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે. એક રિપોર્ટ મુજબ, સુનીતાએ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13 (1) (i), (ia), અને (ib) હેઠળ અરજી દાખલ કરી છે, જેમાં વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગને લગ્ન તોડવાનું કારણ ગણાવ્યું છે. હવે આ મામલે ગોવિંદાના વકીલનું નિવેદન સામે આવ્યું છે અને તેણે એક ઇન્ટરવ્યૂમાં બંનેના સંબંધોની સચ્ચાઈ જણાવી છે.
ગોવિંદા કોર્ટમાં હાજર ન રહ્યો
કોર્ટે કથિત રીતે ગોવિંદાને 25 મેના રોજ હાજર થવા કહ્યું હતું, પરંતુ અભિનેતા કોઈ પણ સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યો નહતો, જેના કારણે તેને Show cause notice જારી કરવામાં આવી. જોકે, સુનીતા જૂન 2025થી સતત સુનાવણી અને કોર્ટ દ્વારા ફરજિયાત સલાહસત્રમાં હાજર રહી છે, પરંતુ સત્તાવાર કાર્યવાહીમાં ગોવિંદાની ગેરહાજરી નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: અક્ષય કુમારની રાઉડી રાઠોડ ટુ હંમેશ માટે બંધ કરી દેવામાં આવી
એક્ટરના વકીલે ખુલાસો કર્યો
હવે ગોવિંદાના વકીલ લલિત બિન્દ્રાએ છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. વકીલે કહ્યું કે, 'કોઈ કેસ નથી, બધું બરાબર છે, લોકો માત્ર જૂની વાતો ફરીથી ઉછાળી રહ્યા છે. આ ગણેશ ચતુર્થી પર તમે બધા તેમને સાથે જોશો.'
એરપોર્ટ પર જોવા મળ્યો ગોવિંદા
છૂટાછેડાના સમાચાર વચ્ચે ગોવિંદાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. તેણે કેમેરા તરફ સ્મિત કરતાં ફ્લાઈંગ કિસ આપી, તેમજ કોઈ પણ પ્રકારના તણાવમાં હોય તેવું લાગ્યું નહીં.