અક્ષય કુમારની રાઉડી રાઠોડ ટુ હંમેશ માટે બંધ કરી દેવામાં આવી
- આ ફિલ્મ માટે બનાવવામાં આવેલી સ્ક્રિપ્ટસ પરથી એક નવી ફિલ્મ બનાવવામાં આવશે
મુંબઇ : અક્ષય કુમાર લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યો છે. અભિનેતાની બોક્સ ઓફિસ પર ફિલ્મો સતત નિષ્ફળ જઇ રહી છે. તેના ચાહકોની નજર રાઉડી રાઠોડની સિકવલ રાઉડી રાઠોડ ટુ પર હતી પરંતુ આ ફિલ્મને હવે હંમેશ માટે અભેરાઇએ ચડાવી દેવામાં આવી છે.
આ ફિલ્મ માટે લખાયેલી સ્ક્રિપ્ટ પરથી એક નવી ફિલ્મ જ બનાવવામાં આવશે.રાઉડી રાઠોડ ટુ ક્યા કારણોસર બંધ કરી દેવામાં આવી છે તેની સ્પષ્ટતા રિપોર્ટમાં કરવામાં આવી નથી. પરંતુ અટકળ છે કે, બોક્સ ઓફિસ પર નિષ્ફળ જઇ રહેલા અભિનેતા પર કોઇ પણ નિર્માતા હવે જોખમ લેવા તૈયાર નથી. અક્ષય કુમારે મૂળ રાઉડી રાઠોડ ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો. તેની સાથે સોનાક્ષી સિંહાએ પણ કામ કર્યું હતું.