ગોવિંદા મને પૈસા નથી આપતો, પૂજા પર લાખો ખર્ચે છે...' એક્ટરની પત્ની સુનીતાનું દર્દ છલકાયું

Govinda wife Sunita: ગોવિંદાની પત્ની સુનિતીએ હાલમાં જ પારસ છાબડાના પોડકાસ્ટમાં ગેસ્ટ બની હતી. અહીં સ્ટારપત્નીએ પતિને લઈને મોટો ખુલાસા કર્યા હતા. ગોવિંદાના અફેર અને છૂટાછેડાના સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી. સુનિતાએ ગોવિંદાના અનુયાયીઓને પણ ઠપકો આપ્યો. સુનિતાએ કહ્યું કે, ગોવિંદા તેને એનિમલ શેલ્ટર ખોલવા માટે પૈસા આપતો નથી, પરંતુ પૂજા પર લાખો ખર્ચ કરવા તરત તૈયાર થઈ જાય છે.
આ પણ વાંચો: આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મ 'થામા' 200 કરોડની નજીક, જાણો અત્યાર સુધીનું કલેક્શન
તમે જાતે જે પૂજા કરશો તે જ તે ભગવાન સ્વીકારશે
સુનિતા કહે છે, ' અમારા ઘરમાં પણ એક ગોવિંદાનો પૂજારી છે. તે કહે છે, 'આ પૂજા માટે મને 2 લાખ રૂપિયા આપો.' હું કહું છું કે ગોવિંદાએ જાતે પૂજા કરવી જોઈએ. પંડિત દ્વારા કરાવવામાં આવેલ પૂજા પાઠ કોઈ કામ નહીં આવે. તમે જાતે જે પૂજા કરશો તે જ તે ભગવાન સ્વીકારશે.
પંડિત દ્વારા કરાવવામાં આવતી પૂજા પર વિશ્વાસ નથી
'હું પંડિત દ્વારા કરાવવામાં આવતી પૂજા પર વિશ્વાસ નથી કરતી. જો હું દાન કરું છું અથવા કંઈક સારું કરું છું, તો હું તે મારા પોતાના હાથે કરું છું. જેથી તેનું કર્મ મને જ મળે.'
આ પણ વાંચો: 'તમે સાડીમાં સરસ લાગો છો...', મહિલાઓને મેસેજ કરી ફસાયા બંગાળી એક્ટર રિજુ બિસ્વાસ
હું એક વૃદ્ધાશ્રમ અને પ્રાણીઓ માટે ઘર બનાવવા માંગુ છું
સુનિતાએ જણાવ્યું કે, 'ગોવિંદાને તેના નજીકના લોકો કાન ભંભેરણી કરે છે અને તેને પાયાવિહોણી સલાહ આપે છે. તે કહે છે, 'મારી એક ઈચ્છા છે કે હું એક વૃદ્ધાશ્રમ અને પ્રાણીઓ માટે ઘર બનાવું. હું ખાતરી કરીશ કે હું આ બધું મારા પોતાના પૈસાથી કરીશ. તેના માટે હું ગોવિંદા પાસેથી એક પણ રૂપિયો નહીં લઉં. કારણ કે, તે મને પૈસા આપતો નથી, તે તેના મિત્રોને આપે છે.'

