Entertainment

'ભગવાન એનું ભલુ કરે...', વિવાદિત નિવેદનો આપનાર તનુશ્રીને નાના પાટેકરના દીકરાનો જવાબ

By GS Team
16 Oct 20263 mins read
TukuTouch Logo
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ તેમના પુત્ર મલ્હારે તનુશ્રી દત્તા વિવાદ અને પરિવારને લઈને મૌન તોડ્યું છે. મલ્હારે જણાવ્યું કે, તનુશ્રી દત્તા સાથેનો કાનૂની મામલો ક્યારનોય પૂરો થઈ ગયો છે. તેમણે પરિવારના સંબંધો વિશેની ચર્ચાઓને નકારી કાઢી. મલ્હારે કહ્યું કે, નાના પાટેકર એકલા નહોતા અને હંમેશાં સક્રિય રહેતા હતા. 8 ઓક્ટોબરે ગોવામાં તેમના નિધન પહેલા તેઓ KBCનું શૂટિંગ કરવાના હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભગવાન એનું ભલુ કરે...', વિવાદિત નિવેદનો આપનાર તનુશ્રીને નાના પાટેકરના દીકરાનો જવાબ

Malhar Breaks Silence On Tanushree Dutta Controversy: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન પછી અનેક મુદ્દાઓ પર તીખી નિવેદનબાજી થઈ રહી છે. નાનાના પરિવાર સાથેના સંબંધો વિશે ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ તનુશ્રી દત્તાએ નાના વિરુદ્ધ નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે. આ તમામ બાબતો પર હવે નાનાના પુત્ર મલ્હાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. મલ્હારે સોશિયલ મીડિયા પર પરિવારને લઈને થઈ રહેલી ચર્ચાઓ અને ટ્ર્રોલિંગ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પિતા સાથેના પોતાના બોન્ડ, તેમના વગર જીવન જીવવાની સ્થિતિ તેમજ કાનૂની કેસને લઈને મૌન તોડ્યું છે.

નાના-તનુશ્રી વિવાદ પર બોલ્યા મલ્હાર

એક ઈન્ટરવ્યુમાં મલ્હારે તનુશ્રી દત્તાનું નામ લીધા વિના તેમની સાથે જોડાયેલી મેટર પર વાત કરી છે. તેમણે કહ્યું કે, 'કોઈપણ વ્યક્તિનું નામ લીધા વગર હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે મામલાનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે ક્યારનોય પૂરો થઈ ચૂક્યો છે. આ અંગે કોર્ટ દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. છતાં પણ લોકો આ વિશે બોલી રહ્યા છે. આવા લોકોને હું કંઈ કહેવા માંગતો નથી. સત્ય હંમેશાં સત્ય જ રહેશે. ભગવાન એનું ભલું કરે. હું તેમને માત્ર એટલું જ કહેવા માંગુ છું.'

પરિવાર સાથે કેવી હતી નાનાની બોન્ડિંગ?

મલ્હારે જણાવ્યું કે, મને બાળપણથી જ માતા-પિતા પાસેથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત અને શક્તિ મળી છે. બહારના લોકો અમારા પરિવાર વિશે શું વિચારે છે, તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. મને હંમેશાં બધાનો પ્રેમ મળ્યો છે. અમારો પરિવાર ઈમોશનલી એકબીજા સાથે કનેક્ટેડ છે.

એકલા નહોતા પિતા- મલ્હાર

મલ્હારે સોશિયલ મીડિયા પર પરિવારની તસવીરો શેર ન કરવાને લઈને ઉઠી રહેલા સવાલોના પણ જવાબ આપ્યા. તેણે કહ્યું કે, આટલી બધી બાબતો વાઈરલ થઈ રહી છે. તે કેટલી ખોટી છે. માત્ર એટલા માટે કે અમે ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો નથી મૂકતા, તેનો અર્થ એ નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી. અલગ થયા પછી પણ મારા માતા-પિતાના સંબંધો સારા હતા. 39 વર્ષનો બોન્ડ હતો. બાબતો જેવી દેખાય છે તેવી નહોતી. તેઓ એકલા નહોતા. ક્યારેય નહોતા, અને ન તો પિતા બીમાર હતા. અમારામાંથી કોઈને કોઈ હંમેશાં તેમની સાથે રહેતું હતું. તેઓ એક્ટિવ હતા. તેઓ દરરોજ અઢી કલાક વર્કઆઉટ કરતા હતા. યુવાનો પણ આવું નથી કરી શકતા.

8 ઓક્ટોબરે શું થયું હતું?

મલ્હારે 8 ઓક્ટોબરે બનેલી ઘટનાને યાદ કરી. તેણે કહ્યું કે, પિતા તે સમયે ગોવામાં હતા. મારા પિતરાઈ ભાઈ પ્રસાદ, જે તેમના મનોરંજન સાથે જોડાયેલા કામ સંભાળે છે, તેને પિતા દ્વારા મુંબઈ મોકલવામાં આવ્યા હતા. કારણ કે તેમને માધુરી દીક્ષિત સાથે 'કૌન બનેગા કરોડપતિ' શૂટ કરવાનું હતું. મારા પિતા એવા વ્યક્તિ હતા, જે કોઈને પરેશાન કરવા નહોતા માંગતા. જ્યારે તેમને અસ્વસ્થતા અનુભવાઈ ત્યારે તેમણે પહેલા મેસેજ કર્યો. થોડા સમય પછી ફોન કર્યો. પરિવારના સભ્યો તરત જ તેમની પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. હું તે સમયે પુણેમાં હતો. સવારે લગભગ 5:00 વાગ્યે મમ્મીનો ફોન આવ્યો. ત્યારપછી શું થયું કંઈ યાદ નથી. એવું લાગ્યું કે મારી આસપાસની આખી દુનિયા થંભી ગઈ છે.

શા માટે ઓછા પ્રોજેક્ટ કરી રહ્યા હતા નાના?

મલ્હારના જણાવ્યા પ્રમાણે નાના એક સરખા રોલ કરીને કંટાળી ગયા હતા. તેઓ જાતે વાર્તાઓ બનાવવા માંગતા હતા. એક અભિનેતા તરીકે સતત પોતાની જાતમાં સુધારો કરવા માંગતા હતા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે ભારે-ભરખમ ડાયલોગ બોલ્યા વિના પણ શાનદાર અભિનય કરી શકાય છે.