Entertainment

હોરર ફિલ્મ પોલીસ સ્ટેશન મેં ભૂતમાં જેનેલિયાની એન્ટ્રી

By GS TEAM
10 Aug 20251 min read
હોરર ફિલ્મ પોલીસ સ્ટેશન મેં ભૂતમાં જેનેલિયાની એન્ટ્રી

- મનોજ વાજપેયી સાથે સ્ક્રીન શેર કરશે 

- રામ ગોપાલ વર્માનું વર્ષો પછી મનોજ વાજપેયી સાથે કોલબરેશન

મુંબઈ: હોરર કોમેડી ફિલ્મ 'પોલીસ સ્ટેશન મેં ભૂત'માં હિરોઈન તરીકે જેનેલિયા દેશમુખની એન્ટ્રી થઈ છે. જેનેલિયાએ પોતે આ ફિલ્મ કરી રહી હોવાનું  કન્ફર્મ  કર્યું છે.  જેનેલિયાએ જણાવ્યું હતું કે પોતે આ પહેલાં હોરર જોનર ક્યારેય અજમાવ્યું નથી અને એટલે જ તેણે આ ફિલ્મ સ્વીકારી છે. 

આ ફિલ્મમાં મનોજ વાજપેયી તેનો  સહકલાકાર હશે. જોકે, ફિલ્મની અન્ય કાસ્ટ હજુ જાહેર  થવાની બાકી છે. આ ફિલ્મ દ્વારા મનોજ વાજપેયી અને રામ ગોપાલ વર્મા વર્ષો પછી કોલબરેશન કરી રહ્યા છે. 

રામગોપાલ વર્માએ પોતે જ થોડા દિવસો પહેલાં આ ફિલ્મની જાહેરાત કરી હતી. રામ ગોપાલ વર્માના જણાવ્યા અનુસાર આ એક હોરર કોેમેડી ફિલ્મ હશે. 

ફિલ્મનું શૂટિંગ ગયા મહિનેથી  શરુ થઈ ગયું હોવાનું કહેવાય છે.