Get The App

'મને અબ્યુઝર અંકલ કહે છે GenZ, મારા ગીતો ભૂલી ગયા...', જાણીતો સિંગર શાન થયો ભાવુક

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
'મને અબ્યુઝર અંકલ કહે છે GenZ, મારા ગીતો ભૂલી ગયા...', જાણીતો સિંગર શાન થયો ભાવુક 1 - image

Image Source: IANS 

Shaan Breaks Silence On His Viral Meme: પ્લેબેક સિંગર શાન તેના ગાયેલા ગીતો માટે તો જાણીતો છે જ, પણ હવે તેની અપશબ્દો બોલવાની આદતના કારણે પણ તે ચર્ચામાં છે. આવું અમે નહીં ખુદ શાન એવું માની રહ્યો છે. તેનું કહેવું છે કે Gen Z તેને 'અબ્યુઝર અંકલ' કહે છે. લોકડાઉનના દિવસોમાં, જ્યારે બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા, ત્યારે શાનના ઈન્સ્ટાગ્રામના લાઈવ વીડિયોનો એક ક્ષણ ખૂબ જ વાઇરલ થયો હતો. તેના ચાહક સાથે સામાન્ય ચર્ચા કરતી વખતે તેનો મીમ બની ગયો હતો, જે હજુ પણ શાનને ખટકે છે. એક ઈન્ટરવ્યૂમાં શાને આ ક્ષણ વિશે જણાવ્યું કે 'હું કમેન્ટ વાંચી રહ્યો હતો, અને મે મારા ચશ્મા પહેર્યા નહોતા. મને નહોતી ખબર કે કોમેન્ટ્સમાં લોકો મને ગાળો આપી રહ્યા છે. જ્યારે મે કોમેન્ટ્સ વાંચીને તો ખૂબજ ગુસ્સો આવ્યો. કોઇકે તે કોમેન્ટની મીમ પણ બનાવી દીધી હતી. 


બાળકોના મિત્રો કરે છે સવાલ 

સોશિયલ મીડિયા પર આ ક્લિપ સાથે  શાન ટ્રેન્ડ કરવા લાગ્યો છે.  શાન કહે છે કે 'હવે એ મીમ મારી ઓળખ બની ગઈ છે. આજકાલના બાળકો મને ગાયક તરીકે નહીં, પણ આ મીમથી ઓળખે છે. મારા બાળકોના મિત્ર પણ જ્યારે મને જોએ છે, તો હેરાન થઈ જાય છે અને મારા બાળકને કહે છે 'શું આ તમારા પપ્પા છે? જ્યારે તે બાળકોને હુ જણાવું છું કે હું સિંગર શાન છે, તો તે માનતા નથી, અને તે મીમ દેખાડે છે'  

કેમ ગુસ્સે થયા હતા શાન? 

હકીકતમાં આ મીમની શરૂઆત શાનની લાઈવસ્ટ્રીમ પર ટ્રોલર્સના ગંદી કમેન્ટથી થઈ હતી. તે જોઈ શાને હેરાન થઈને કહ્યું 'આ બધુ બોલવાનું બંધ કરો યાર, શું છે આ? શિષ્ટતાથી વાત કરશો, ગાળો નહીં આપો' વાત ત્યા સુધી પહોંચી ગઈ,જ્યારે કોઈએ કોમેન્ટમાં શાનને પૂછ્યું કે તે કોણ છે. શાને જવાબ આપ્યો- 'પોતાના માં-બાપને પૂછો હું કોણ છું, પોતાના શિક્ષકને પૂછો. મે ભલે ગીત ઓછા પણ ગાયા હોય, ઓછો ફેમસ પણ છું, પરંતુ મને મારી ઓળખ આપવાની  જરૂર નથી. શાન 'તન્હા દિલ', 'ચાંદ સિફારિશ', 'દસ બહાને' અને 'બહતી હવા સા થા વો' જેવા ગીત માટે ખૂબ જાણીતો છે.



Tags :