MMSના કારણે બધું છીનવાઈ ગયું, 34 વર્ષની અભિનેત્રીએ છોડી એક્ટિંગ, ગુપચુપ કર્યા લગ્ન
Bhojpuri Actress Priyanka pandit: ગ્લેમરથી ભરપુર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવો વળાંક આવે છે, જ્યાં એવુ લાગે છે કે બધુ છીનવાઇ ગયું અને હવે બચ્યું નથી. આવી પરિસ્થિતિઓમાં પોતાને સંભાળવું અને ફરીથી નવી શરૂઆત કરવી એટલું સરળ કામ નથી. તેમ છતાં કેટલાક લોકો હિંમત કરી અલગ રસ્તો શોધી લે છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પણ જેટલું ગ્લેમર પડદા પર દેખાય છે, તેટલી જ રાજકીય રમત ઘણીવાર પડદા પાછળ જોવા મળે છે. ફેર્સ, સ્કૅન્ડલ્સ, આ બધું દુનિયામાં ચાલતું રહેવાનું છે, એકવાર કોઈ આ કાદવમાં ફસાઈ જાય તો તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.
એક એવી ભોજપુરી અભિનેત્રીએ પોતાની ઓળખ બનાવવા માટે ભોજપુરી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં પગલું મક્યું હતું. ઘણી સફળતા પણ મેળવી હતી, પણ પછી કઈક એવું થયું કે અભિનેત્રી પાસેથી બધું છીનવાઇ ગયું અને એક જ ક્ષણમાં એકલી પડી ગઈ. ત્યાર પછી કોઈનો આધાર મળ્યો તો તે કાન્હાજી અને બસ આ અભિનેત્રી તેની સાધનામાં ખોવાઈ ગઈ અને ગુપ્ત રીતે લગ્ન કરી વૃંદાવનમાં સ્થાયી થઈ.
44આ પણ વાંચો : વર્ષની વયે કપૂર ખાનદાનની દીકરી બની હીરોઈન, સેટ પર ભાવુક થઇ, માતાએ આપ્યું રિએક્શન
અમે વાત કરી રહ્યા છે ભોજપુરી અભિનેત્રી પ્રિયંકા પંડિતની. પ્રિયંકા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓમાંથી એક હતી. તેણે ઘણા મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. અને ઘણી હિટ ફિલ્મો કરી છે. પણ પછી પ્રિયંકાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખેસારી લાલ યાદવ, પવન સિંહ અને રિતેશ પાંડે જેવા તમામ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. પણ ફેક MMSએ તેની ઇમેજ ખરાબ કરી. પ્રિયંકાએ ઇન્ડસ્ટ્રીને છોડી હવે તે કૃષ્ણની ભક્તિમાં લિન થઈ છે. તેને કૃષ્ણ ભગવાનમાં ખૂબ જ આસ્થા હતી. હવે પ્રિયંકાએ આને જીવન બનાવી દીધું છે.
ગુપ્ત રીતે કર્યા લગ્ન
પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર ભક્તિમય વીડિયો અને ફોટો શેર કરતી હોય છે. અમુક દિવસો પહેલા તેણે તેના લગ્નના ફોટો શેર કરી ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા હતા. પ્રિયંકાના પતિનું નામ હરિ સેવક છે. જોકે હજી સુધી પ્રિયંકાએ તેના પતિનો ચહેરો નથી દેખાડ્યો. પણ પતિના હાથને પોતાના હાથમાં લઈને એક રસપ્રદ તસવીર જરૂર શેર કરી છે.