ફ્રાન્સની સ્પેસ યુનિવર્સિટિએ સુશાંત સિંહ રાજપૂતના નિધન પર શોક વ્યક્ત કર્યો
- સુશાંત ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટિને સોશિયલ મીડિયા પર ફોલો કરતો હતો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 જૂન 2020, મંગળવાર
સુશાં સિંહ રાજપૂતે આત્મહત્યા કરીન ેજીવન ટુંકાવી દીધાના સમાચાર પછી સોશિયલ મીડિયા પર શોકસંદેશાો આવવા લાગ્યા હતા. આ દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ યૂનિવર્સિટિએ સુશાંતના અવસાન બદલ દુઃખ વ્યક્ત કરીને શોક સંદેશો મુક્યો છે.
આઇએસયુએ યૂનિવર્સિટીની વેબ સાઇટ પર સુશાંતને ટાંકીને લખ્યું હતું કે, ચર્ચિત ભારતીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચાર સાંભળીને અમને બહુ દુઃખ થયું છે. સુશાંત એક સ્તિક, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ તથા મેથેમેટિક્સ એજ્યુકેશનનો સપોર્ટર હતો. તે આઇસીયુને સોશિયલ મીડિયા પર ફોલો કરતો હતો.
તેમણે વધુ પોસ્ટ કર્યુ હતુ કે, સુશાંત ૨૦૧૯ના સમર દરમિયાનઆઇસીયુના સેન્ટ્રલ કેમ્પસના આમંત્રણનો સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ અન્ય પ્રાથમિકતાઓને કારણે તે સ્ટ્રાસબર્ગની સફરે આવી શક્યો નહીં. તેના પરિવાર, મિત્રો સાથે અમે ભાવના વ્યક્ત કરીએ છીએ. તેમની યાદ ભારત અને દુનિયાભરના તેમના પ્રશંસકોના દિલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તે એક ટેલન્ટેડ અભિનેતાની સાથેસાથે એક એજ્યુકેટેડ વ્યક્તિ હતો. ડીસીઇ એન્ટર્સ પરીક્ષામાં ફિઝિક્સમાં તેણે સાતમી રેન્ક મેળવી હતી. તેમજ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી તેણ ેબેચલર ઓફ એન્જિનિયરિંગનું શિક્ષણ લીધું હતું.