mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભલભલા પહેલવાનોને ધૂળ ચટાડનાર ધ ગ્રેટ ખલી અચાનક જ રડી પડ્યો, ચાહકો હેરાન

Updated: Aug 13th, 2022

ભલભલા પહેલવાનોને ધૂળ ચટાડનાર ધ ગ્રેટ ખલી અચાનક જ રડી પડ્યો, ચાહકો હેરાન 1 - image

નવી દિલ્હી,તા.13 ઓગસ્ટ 2022,શનિવાર

WWEમાં ભલભલા પહેલવાનોને પછાડીને ભારતીય રેસલર ધ ગ્રેટ ખલી સુપરસ્ટાર બની ગયો છે.

ધ ગ્રેટ ખલી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના વિડિયો મમુકતો હોય છે. જોકે ખલીનો એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં તે રડતો જોઈ શકાય છે અને આ જોઈને ખલીના ચાહકો હેરાન થઈ ગયા છે.

ખલીના આ વિડિયોમાં તેને જન્મદિવસના સેલિબ્રેશન અંગે સવાલ પૂછવામાં આવે છે ત્યારે અચાનક જ તે ઉદાસ થઈ જાય છે અને પોતાની આખંમાંથી નિકળતા આંસુ લૂછતા લૂછતા નિકળી જાય છે. ખલીના અચાનક બદલાયેલા મૂડને જોઈને બધા હેરાન થઈ જાય છે.

ધ ગ્રેટ ખલી 27 ઓગસ્ટે 50 વર્ષનો થશે. તેને લઈને જ પાપારાઝીએ ખલીને સેલિબ્રેશન અંગે પૂછ્યુ હતુ. જોકે જવાબ આપવાની જગ્યાએ ખલી ત્યાંથી નિકળી ગયો હતો.

ખલીના આ રીએક્શન પર પણ સોશિયલ મીડિયામાં મીમ્સ બનવા શરૂ થઈ ગયા છે. ખલીના રડવા પાછળના કારણો અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે.

Gujarat