Entertainment

રણબીર કપૂરની ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી, VIDEO વાયરલ

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'ના મુંબઈ સ્થિત સેટ પર ભીષણ આગ લાગી હતી. સ્ટુડિયો બહારના ટેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. FWICE એ આ ઘટનાની પુષ્ટિ કરી છે. 4000 કરોડના બજેટવાળી આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીર કપૂરની ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી, VIDEO વાયરલ

Bollywood Set Fire : રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'ના સેટ પર આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, આ બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા આ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

સ્ટુડિયો બહારના ટેન્ટમાં લાગી આગ

FWICEના પ્રમુખ બીએન તિવારીના જણાવ્યા અનુસાર, સ્ટુડિયોની બહાર લગાવવામાં આવેલા એક ટેન્ટમાં આગ લાગી હતી. સદનસીબે આગને તરત જ કાબૂમાં લઈ લેવામાં આવતાં તે વધુ ફેલાઈ નહોતી અને સેટ પર હાજર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. તેમણે અગાઉ પણ પ્રોડ્યુસર્સને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તાકીદ કરી હતી, જેથી આ ઘટનાને બેદરકારી સામે એક ચેતવણી ગણાવીને ભવિષ્યમાં પૂરતી સાવચેતી રાખવા સૂચન કર્યું છે.

'રામાયણ'નું બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું હતું

હાલમાં ફિલ્મ 'રામાયણ'ના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે, જોકે આ આગ લાગી તે સમયે અભિનેતા રણબીર કપૂર કે ડિરેક્ટર ત્યાં હાજર હતા કે નહીં તેની કોઈ સ્પષ્ટ વિગત મળી નથી. અંદાજે 4000 કરોડના જંગી બજેટમાં બની રહેલી આ ફિલ્મ ભારતમાં 8 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે, જ્યારે વિશ્વભરમાં તેને 5 અને 6 નવેમ્બર દરમિયાન રજૂ કરવામાં આવશે.