Entertainment

શાહરુખ અને દીપિકા સામે થયેલી એફઆઈઆર પર સ્ટે

By GS TEAM
12 Sep 20251 min read
શાહરુખ અને દીપિકા સામે થયેલી એફઆઈઆર પર સ્ટે

- કાર પ્રમોશન બાબતે એફઆઈઆર થઈ હતી   

- એફઆઈઆરમાં તથ્યાત્મક ખામી હોવાનું જણાવી રાજસ્થાન હાઈકોર્ટે સ્ટે આપ્યો

મુંબઈ : રાજસ્થાન હાઈકોર્ટે શાહરુખ ખાન તથા દીપિકા  પદુકોણ સામે થયેલી એક એફઆઈઆર પર  સ્ટે આપી દીધો છે.  એક ગ્રાહકે પોતાની કારમાં ખામી બદલ આ કારને એન્ડોર્સ કરનારાં શાહરુખ અને દીપિકાને પણ એફઆઈઆરમાં આરોપી હતાં.  શાહરુખ અને દીપિકા વતી હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરાવવા  અરજી થઈ હતી. તેમાં  જણાવાયું  હતું  કે આ કલાકારો ફક્ત બ્રાન્ડ પ્રમોશન સાથે  જ સંકળાયેલાં હોય છે અને કંપનીની ટેકનિકલ બાબતો  તેમના હસ્તક હોતી નથી. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચ દ્વારા જણાવાયું  હતું કે આ એફઆઈઆરમાં તથ્યોનો અભાવ છે. આથી શાહરુખ, દીપિકા  તથા કાર  કંપનીના પદાધિકારીઓ સામે થયેલી એફઆઈઆર સંદર્ભમાં વધુ કાર્યવાહી કરવા પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો.