Get The App

રૂ.1900 કરોડના ખર્ચે તૈયાર થયેલી ફિલ્મે 3 દિવસમાં 1865 કરોડની કમાણી, ભારતમાં પણ ધૂમ કલેક્શન

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
રૂ.1900 કરોડના ખર્ચે તૈયાર થયેલી ફિલ્મે 3 દિવસમાં 1865 કરોડની કમાણી, ભારતમાં પણ ધૂમ કલેક્શન 1 - image


Image Source: Twitter

Superman Box Office Collection: હાલમાં સેન્સરશિપ ખૂબ ચર્ચામાં છે. એક તરફ જ્યાં દિલજીત દોસાંઝની લેટેસ્ટ ફિલ્મ સીબીએફસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા કટનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ હોલિવૂડ ફિલ્મ સુપરમેન પર પણ રિલીઝ પહેલા સીબીએફસીની કાતર ચાલી હતી. જોકે, આ માટે તેને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ આ કટની બોક્સ ઓફિસ પર સિનેમા પ્રેમીઓના પ્રેમ પર કોઈ અસર નથી પડી રહી, કારણ કે સુપરમેન એક તરફ ભારતમાં 25 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, તો બીજી તરફ વર્લ્ડવાઈડ તે 1865 કરોડ પાર કરી ચૂકી છે.

3 દિવસમાં 1865 કરોડની કમાણી

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે 11 જુલાઈના રોજ ભારતમાં રિલીઝ થયેલી સુપરમેન ફિલ્મે ગઈકાલે બોક્સ ઓફિસ પર 24.94 કરોડની કમાણી કરી છે. જ્યારે વર્લ્ડવાઈડ આ આંકડો 1865 કરોડ પર પહોંચી ગયો છે. બીજી તરફ તે જ દિવસે રિલીઝ થયેલી ફિલ્મ માલિકે 14.09 કરોડની કમાણી કરી છે. જ્યારે આંખો કી ગુસ્તાખિયાં માત્ર 1.23 કરોડની કમાણી કરી શકી છે.

આ પણ વાંચો: 25 વર્ષીય મોડેલે આત્મહત્યા કરી, ડિપ્રેશનમાં સરી ગઇ હતી, મિસ પુડ્ડુચેરી સ્પર્ધા પણ જીતી હતી

1900 કરોડ રૂપિયાના બજેટમાં બની છે ફિલ્મ સુપરમેન

તમને જણાવી દઈએ કે, જેમ્સ ગનની ફિલ્મ સુપરમેનને UA13 પ્લસ રેટિંગ મળી છે. જ્યારે સુપરમેન અને લોઈસ લેન વચ્ચેના 33 સેકન્ડના કિસ સીનને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેના પર સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. X અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સે CBFCના ડબલ સ્ટેન્ડર્ડ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ જેવી ફિલ્મો હિંસા, બોલ્ડ રોમાંસ અને મેચ્યોર થીમ્સ હોવા છતાં ભાગ્યે જ સમાન સ્તરની તપાસનો સામનો કરે છે. જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે, 1900 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી સુપરમેન ફિલ્મે માત્ર 3 દિવસમાં બોક્સ ઓફિસ પર 1865 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Tags :