Get The App

ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર 150 કરોડને પાર, OTT માટે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
Dhurandhar
Image : Dhurandhar Film

Dhurandhar Film Crosses Rs150 Crore : રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુનની ફિલ્મ ધુરંધરે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ દરરોજ લાખોની કમાણી કરી રહી છે. ધુરંધરે ભારતમાં રૂ.150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. લાંબા સમય પછી રણવીર સિંહે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી છે. નેટફ્લિક્સે ફિલ્મના OTT સ્ટ્રીમિંગ રાઇટ્સ લીધા છે, ત્યારે OTT માટે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઈ છે.

ધુરંધરના ડિજિટલ રાઇટ્સ કેટલામાં વેચાયા?

નેટફ્લિક્સે ફિલ્મના OTT સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા છે. મળતી માહિતી મુજબ, નેટફ્લિક્સે ધુરંધરના બંને ભાગો રૂ.130 કરોડમાં ખરીદ્યા છે. બોલીવૂડ હંગામાના અહેવાલ મુજબ, નેટફ્લિક્સે ધુરંધરના બંને ભાગોના સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે રૂ.130 કરોડ ચૂકવ્યા હતા, જેનો અર્થ એક ભાગ માટે આશરે રૂ.65 કરોડ હતો. OTT પ્લેટફોર્મની વર્તમાન કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તે જોતાં આ એક નોંધપાત્ર રકમ છે. OTT માટે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કહેવામાં આવે છે, ત્યારે રણવીર સિંહ માટે પણ આ એક મહત્ત્વપૂર્ણ ડીલ છે.

બીજો પાર્ટ માર્ચ, 2026માં રિલીઝ થશે

ધુરંધર ગત 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મના દરેક પાત્રોએ પોતાના કામથી દર્શકોને ઈમ્પ્રેસ કર્યા છે. ધુરંધરનો બીજો પાર્ટ આગામી 19 માર્ચ, 2026માં રિલીઝ કરવામાં આવશે. ધુરંધર એક સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મ છે. આગામી શુક્રવારના રોજ ધુરંધરની ટક્કર કપિલ શર્માની રોમાન્ટિક કોમેડી ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરૂ 2' સાથે થશે. જોકે, ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે, રણવીરની ફિલ્મને આ ફિલ્મની રિલીઝથી કોઈ વધારે ફર્ક પડશે નહીં.

આ પણ વાંચો: 'ફિલ્મ પર પ્રતિબંધ મૂકો...', ‘ધુરંધર’થી જૂનાગઢનો બલોચ સમાજ નારાજ, જાણો શું છે સમગ્ર વિવાદ

ધુરંધરમાં રણવીર સિંહની જોડી તેનાથી 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જોવા મળે છે. સારા સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર રાજ અર્જુનની દીકરી છે. તેણે અગાઉ ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે. હવે, લીડ એક્ટ્રેસ તરીકે તે સ્ક્રિન પર છવાઈ ગઈ છે. તેણે ધુરંધરમાં પણ શાનદાર અભિનય કર્યો, તેનાથી ઘણા મોટા રણવીર સિંહ સાથેની તેની કેમેસ્ટ્રીની પ્રશંસા થઈ રહી છે.