Entertainment

ફવાદની અબીર ગુલાલ ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ

By GS TEAM
13 Sep 20251 min read
ફવાદની અબીર ગુલાલ ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ

- ભારત-પાકની મેચને પગલે નિર્ણય 

- પહલગામ એટેક પછી પાક કલાકારો પર પ્રતિબંધ મૂકાતાં ફિલ્મની રીલિઝ અટકી હતી

મુંબઇ : પાકિસ્તાની  અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ 'અબીર ગુલાલ'ને ભારતમાં રીલિઝ કરવા  ફરી પ્રયાસ શરુ કરાયા છે. આ માટે તા. ૨૬મી સપ્ટેમ્બરની તારીખ  પણ નક્કી કરાઈ છે. 

આ ફિલ્મ ભારત સિવાય બાકીના દેશોમાં આજે રીલિઝ થઈ હતી.   અગાઉ આ ફિલ્મ નવમી મેના રોજ રીલિઝ કરવાનું નક્કી થયું હતું.  પરંતુ પહલગામ હુમલા પછી  પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર ફરી શરુ થતાં આ ફિલ્મની રીલિઝ અટવાઈ હતી.  જોકે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે પણ આ મેચ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. તે પછી 'અબીર ગુલાલ'ને ભારતમાં રીલિઝ કરવામાં કોઈ વાંધો નહિ આવે તેમ મનાય છે. જોકે, ભારતમાં કોઈ થિયેટર આ ફિલ્મ દર્શાવવાનું સાહસ ખેડશે કે કેમ તે એક સવાલ છે.