Entertainment

ફવાદ, વાણીની અબીર ગુલાલ ભારતમાં રીલિઝ નહિ થાય

By GS TEAM
14 Sep 20251 min read
ફવાદ, વાણીની અબીર ગુલાલ ભારતમાં રીલિઝ નહિ થાય

- કેન્દ્ર સરકારે અટકળો ફગાવી  દીધી     

- સોની રાઝદાન, પરમીત સેઠી સહિતના કલાકારોની ફિલ્મ વિશ્વમાં અન્યત્ર રજૂ થઈ ચૂકી છે 

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લીલી ઝંડી મળી ગઈ એટલે ફવાદ ખાન અને વાણી કપૂૂરની ફિલ્મ 'અબીર ગુલાલ' પણ આ મહિને ભારતમાં રીલિઝ કરવા પ્રયાસો ચાલુ કરાયા છે એવા અહેવાલોને કેન્દ્ર સરકારે ફગાવી  દીધા છે. 

એક સત્તાવાર સ્પષ્ટતા અનુસાર આ ફિલ્મને ભારતમાં રીલિઝ કરવાની પરવાનગી મળી નથી. આથી આ ફિલ્મ તા. ૨૬મી સપ્ટેમ્બરે ભારતમાં રીલિઝ થવાની હોવાની વાતમાં કોઈ  તથ્ય નથી. 

સોની રાઝદાન, પરમીત સેઠી, રિદ્ધિ  ડોગરા સહિતના ભારતીય કલાકારો ધરાવતી આ ફિલ્મ વિશ્વમાં અન્યત્ર રીલિઝ થઈ ચૂકી છે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી. પરંતુ પહલગામ એટેક બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાતાં ફિલ્મની રીલિઝ  અટકી ગઈ હતી.