Get The App

ફાતિમા સના શેખને નવી કોમેડી સીરિઝ તીન કવ્વૈ મળી

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ફાતિમા સના શેખને નવી કોમેડી સીરિઝ તીન કવ્વૈ મળી 1 - image


- પાવેલ ગુલાટી અને સિદ્ધાંત ગુપ્તા તેના સહકલાકારો હશે

- ફાતિમાને કેરિયર આગળ ધપાવવા માટે મેટ્રો ઈન દિનોં પર પણ આશા

મુંબઈ : બોલીવૂડમાં કોમેડી વેબ સિરિઝ ' તીન કવ્વૈ'ની જાહેરાત  થઈ છે. ફાતિમા સના શેખ, પાવૈલ ગુલાટી અને સિદ્ધાંત ગુપ્તાના ચાહકોને તેમના માનીતા કળાકારો પહેલીવાર આ કોમેડી વેબ સિરિઝમાં એકસાથે જોવા મળશે. આ પ્રોજેક્ટને હવે સિદ્ધાર્થ રોય કપૂરનો ટેકો મળ્યો છે. 

ફાતિમા સના શેખની  બોલીવૂડ કેરિયર ડામાડોળ ચાલી રહી છે. 

તેને આગામી ફિલ્મ  'મેટ્રો ઈન દિનોં' પર પણ ભારે આશા છે. જોકે, આ ફિલ્મની રીલિઝ સતત પાછી ઠેલાઈ રહી છે.  ફાતિમાને આશા છે કે આ ફિલ્મથી તે ફરી ચર્ચામાં આવી જશે. તેવામાં તેને આ નવી સીરિઝ મળી છે. 

તીન કવ્વૈ વિશે સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવે છે તેની રાહ જોવાઇ  રહી છે. ત્રણે કળાકારો અને સિદ્ધાર્થ રોય કપૂરના નામને કારણે લોકોની ઉત્સુકતા આ પ્રોજેક્ટમાં વધી ગઇ છે. આ વેબ સિરિઝમાં ફાતિમા સના શેખ હિરોઇન અને પાવૈલ ગુલાટી હીરો હશે જ્યારે સિદ્ધાંત ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પાવૈલ યાદગાર પાત્રો ભજવવા માટે જાણીતો છે તો સિદ્ધાંત ગુપ્તા જબરદસ્ત અભિનય કરવા માટે જાણીતો છે. પાવૈલ ગુલાટીએ 'દેવા' અને 'કૌશલજી વર્સીસ કૌશલ'માં જે રીતે દર્શકોને મોજ કરાવી દીધી હતી તેને કારણે દર્શકોને તેના પાત્રમાં વધારે રસ પડી રહ્યો છે.

Tags :