ફરહાન અખ્તર ચીન સાથેના 1962ના યુદ્ધ પર ફિલ્મ બનાવશે
- ફરહાન જાતે ફિલ્મમાં ભૂમિકા ભજવશે
- ફરહાનની આ જાહેરાતથી આલિયા, પ્રિયંકા, કેટરિનાની જી લે જરા વિશે વધુ અનિશ્ચિતતા
મુંબઇ : ફરહાન અખ્તરે '૧૨૦ બહાદુર' શીર્ષક ધરાવતી ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પર આધારિત હશે. ફરહાન જાતે ફિલ્મમાં ભૂમિકા પણ ભજવવાનો છે.
ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. તેનું દિગ્દર્શન રજનીશ ઘાઈ કરી રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારો વિશે હજુ જાહેરાત કરાઈ નથી.
ફરહાન હાલ રણવીર સાથે 'ડોન થ્રી' પણ બનાવી રહ્યો છે. હવે તેણે પ્રોડયૂસર તથા એક્ટર તરીકે આ નવી ફિલ્મ શરુ કરી છે. તે જોતાં આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથેની ફિલ્મ 'જી લે જરા' વિશે વધુ અનિશ્ચિતતા સર્જાઈ છે.