Entertainment

દીપિકા પાદુકોણ સાથે ઝઘડાની અટકળો પર ફરાહ ખાને મૌન તોડ્યું, ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરવાનું પણ કારણ જણાવ્યું

By GS TEAM
30 Sep 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડની જાણીતી અભોનેત્રી દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન વચ્ચે વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તે બંને હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં રહ્યા છે. બંનેએ એકબીજાને અનફોલો પણ કર્યા છે. જણાવી દઈએકે ફરાહ ખાને તેના બ્લોગમાં 8 કલાકની શિફ્ટની ડિમાન્ડને લઈને ટોણો માર્યો હતો. આ કારણે બંને એક બીજા સાથે વાત નથી કરતાં અને સોશિયલ મીડિયા પર એક બીજાને અનફોલો કર્યા છે. હવે ફારાહએ હવે આ મામલે ચુપ્પી તોડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીપિકા પાદુકોણ સાથે ઝઘડાની અટકળો પર ફરાહ ખાને મૌન તોડ્યું, ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરવાનું પણ કારણ જણાવ્યું
Image Source: IANS 

Farah Khan and Deepika Padukone : બોલિવૂડની જાણીતી અભીનેત્રી દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન વચ્ચે વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તે બંને હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં રહ્યા છે. બંનેએ એકબીજાને અનફોલો પણ કર્યા છે. જણાવી દઈએકે ફરાહ ખાને તેના બ્લોગમાં 8 કલાકની શિફ્ટની ડિમાન્ડને લઈને ટોણો માર્યો હતો. આ કારણે બંને એકબીજા સાથે વાત નથી કરતાં અને સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા છે. હવે ફરાહએ હવે આ મામલે ચુપ્પી તોડી છે.

શું કહ્યું ફરાહ ખાને?

ફરાહ ખાને દીપિકા સાથેના તેના સંબંધોને લઈને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે બને અગાઉથી જ એકબીજાને ફોલો નહોતા કરતાં. ફરાહએ કહ્યું, 'ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'ના શૂટિંગ દરમિયાન અમે નક્કી કર્યું હતુ કે અમે એકબીજા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત નહીં કરીએ, ડાયરેક્ટ મેસેજ કરીશું, કોલ કરીશું અને અમે તો એકબીજાને ઇન્સ્ટા પર જન્મદિવસની શુભેચ્છા પણ નથી આપતા, કારણકે દીપિકાને તે પસંદ નથી. અને મેં 8 કલાકની શિફ્ટ વિશે જે કહેલું તે મજાક નહોતી કરી, દિલીપને કહેવા મેં આ વાત કરી હતી, જેથી તે પણ 8 કલાક કામ કરશે, જો કે તે તો માત્ર 2 કલાક કામ કરે છે.'

ફરાહએ દીપિકા સાથેના સંબંધોને લઈને ખુલાસો કર્યો કે જ્યારે દીપિકા દીકરી દુઆને જન્મ આપ્યો ત્યારે ફરાહ પહેલી વ્યક્તિ હતી,જે દીપિકાને મળવા પહોંચી હતી. ફરાહએ કહ્યું, 'કોઈપણ વાતને વિવાદમાં લાવવાનો આ નવો ટ્રેન્ડ બંધ થવો જોઈએ. ગયા અઠવાડિયે પણ રેડ કાર્પેટ પર કરણ અને હું આયુષ શર્માને નજરઅંદાજ કરી રહ્યા છે તેવી ચર્ચા થઇ હતી, જો કે સાચી વાત એ છે કે અમે તેને પહેલા જ નીચે મળ્યા હતા.'

શું હતો વિવાદ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દીપિકાએ તેની આગામી ફિલ્મ 'સ્પિરિટ'ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પાસે કથિત રીતે 8 કલાકની શિફ્ટની માગ કરી હતી. ત્યારે ફરાહએ તેના બ્લોગમાં તેના રસોઈયા દિલીપ સાથે દિપીકાની 8 કલાકની શિફ્ટ અંગે વાત કરી હતી. ફરાહના બ્લોગમાં ફરાહના રસોઈયા દિલીપે તેને પૂછ્યું કે દીપિકા પાદુકોણ શોમાં ક્યારે આવશે. ફરાહએ તેનો જવાબ આપ્યો કે તે હવે ફક્ત 8 કલાક શૂટિંગ કરે છે અને તેની પાસે બ્લોગમાં આવવાનો સમય નથી.' દિલીપે ફરીથી પૂછ્યું, 'દીપિકા પાદુકોણ મેડમ અમારા શોમાં ક્યારે આવશે?' ત્યારે ફરાહે જવાબ આપ્યો, 'તે તે દિવસે આવશે જે દિવસે તું ગામડે જતો રહ્યો હોઈશ. દીપિકા પાદુકોણ હવે ફક્ત 8 કલાક શૂટિંગ કરે છે અને તેની પાસે શોમાં આવવાનો સમય નથી.'