FOLLOW US

હાથમાં ડંડો, ફાટેલા કપડા... આ બોલીવુડ એક્ટરની તસવીરો જોઈને ચાહકો રહી ગયા દંગ

Updated: May 26th, 2023


                                                       Image Source: Facebook

મુંબઈ, તા. 26 મે 2023 શુક્રવાર

બોલીવુડ એક્ટર નીલ નિતિન મુકેશને દરેક લોકો જાણે છે. ન્યૂયોર્ક, આ દેખે જરા અને પ્રેમ રતન ધન પાયો જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકેલો એક્ટર છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી પડદાથી દૂર છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને દરેક લોકો દંગ થઈ ગયા છે. આ તસવીરોમાં તેની ઓળખ કરવી મુશ્કેલ લાગી રહી છે. નીલ નિતિન મુકેશે પોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે 70 વર્ષથી વધુ ઉંમરનો જોવા મળી રહ્યો છે. 

નીલ નિતિન મુકેશે ફાટેલા જૂના કપડા પહેરેલા છે. તેણે હાથમાં લાકડી પકડી છે અને ચશ્મા પણ પહેરેલા છે. તેનો મેકઅપ એ રીતે કરવામાં આવ્યો છે કે તે વૃદ્ધ લાગે. પોતાની તસવીરોને શેર કરતા નીલ નિતિન મુકેશે કેપ્શનમાં લખ્યુ, 'સ્મોક કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી હુ સ્મોક કરતો નથી'.

એક્ટરની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે જેને જોઈને ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે કે તે બોલીવુડના શહંશાહ અમિતાભ બચ્ચન જેવો લાગી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે નીલ નિતિન મુકેશની આ તસવીરોને જોયા બાદ કેટલાક લોકો આશ્ચર્યચકિત છે તો કેટલાક લોકોનું માનવુ છે કે આ લુક એક્ટરના કોઈક અપકમિંગ પ્રોજેક્ટનો હોઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટરની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. આમ તો એક્ટર ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ તેમની ઘણી ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઈ. હવે ચાહકો તેમની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Gujarat
IPL-2023
Magazines