Entertainment

Video: માસ્ક હટાવવાનું કહેતા એરપોર્ટ પર અલ્લુ અર્જુને CISF જવાન સાથે કરી દલીલ, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

By GS TEAM
10 Aug 20252 mins read
TukuTouch Logo
સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા ટ્રોલ પણ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અલ્લૂને એરપોર્ટ પર એક CISF જવાને માસ્ક હટાવવા કહ્યું, માસ્ક હટાવતા પહેલા એક્ટરે CISF જવાનને કઈક એવી વાત કહી દીધી, જેના લીધો યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Video: માસ્ક હટાવવાનું કહેતા એરપોર્ટ પર અલ્લુ અર્જુને CISF જવાન સાથે કરી દલીલ, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

image source: IANS 

Allu Arjun Viral Video: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ વીડિયોમાં અલ્લુને એરપોર્ટ પર એક CISF જવાને માસ્ક હટાવવા કહ્યું, માસ્ક  હટાવતા પહેલા એક્ટરે CISF જવાનને કંઈક એવી વાત કહી દીધી, જેના લીધે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ 

એક્ટર અલ્લુ અર્જુનને એરપોર્ટના પ્રવેશ દ્વાર પર અમુક સમય માટે રોકવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક્ટર સફેદ ટી-શર્ટ અને કાળા સૂટમાં નજર આવી રહ્યો છે.  તપાસ દરમિયાન તેણે  પ્રવેશ દ્વાર પર CISF જવાનને તેનું ઓળખપત્ર દેખાડ્યું ત્યારબાદ જવાને એક્ટરને ચશ્મા અને માસ્ક હટાવવા કહ્યું પહેલા તો અલ્લુ અચકાયો અને એવું લાગી રહ્યું હતું કે અલ્લુ CISF જવાન સાથે દલીલ કરી રહ્યો છે, પછી તેણે માસ્ક હટાવી ચહેરો બતાવ્યો. આ વીડિયો હાલમાં વાઈલર થઈ રહ્યો છે અને યુઝર્સ એક્ટરથી આ વાતને લઈ નારાજ થઈ એકટરને ટ્રોલ કરી રહ્યા છે. 

લોકોએ અલ્લુ અર્જુનને કર્યો ટ્રોલ 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ, યૂઝર્સે એક્ટરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝરે લખ્યું હતું કે 'પૂરો ચહેરો બતાવો યાર,આટલું ઘમંડ કેમ છે?, દુ:ખની વાત એ છે કે આ લોકો મૂર્ખ ચાહકોના લાડના કારણે પોતાને ભગવાન સમજી લે છે, અને નિયમોનું ઉલ્લંઘન કરે છે' ત્યારે બીજા યુઝરે લખ્યું કે,'સામાન્ય માણસ તેને સન્માન આપે છે તેની પૂજા કરે છે, એટલે તે પોતાને ભગવાન તો સમજશે જ',  વધુ એક યુઝરે લખ્યું કે 'ઇધર જુકના પડેગા.'