Get The App

છાવા ફિલ્મમાં મહારાણી તરીકે રશ્મિકાના લૂકથી ચાહકો નિરાશ

Updated: Jan 22nd, 2025

GS TEAM


Google News
Google News
છાવા ફિલ્મમાં  મહારાણી તરીકે રશ્મિકાના લૂકથી ચાહકો નિરાશ 1 - image


- કાસ્ટિંગમાં ભૂલ થઈ ગઈ હોવાનો મત

- વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ તરીકે જામે છે પણ  રશ્મિકાની પસંદગી ખોટી

મુંબઇ : વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'માં મહારાણી યેશુબાઈ તરીકે રશ્મિકા મંદાનાનો  ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે. જોકે, તેનો લૂક જોઈ ચાહકો નિરાશ થયા છે. 

સંખ્યાબંધ લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી કે છત્રપતિ સંભાજી મહારાજ તરીકે વિક્કી કૌશલ બહુ યોગ્ય લાગે છે પરંતુ તેની સાથે રશ્મિકાની પસંદગીમાં નિર્માતાઓ માર ખાઈ ગયા છે.  એક મરાઠા રાજાની મહારાણી તરીકેની રાજસી છટા અને મક્કમતા રશ્મિકાના ચહેરા પર જોવા મળતાં નથી. એક મહારાણીનો રોલ નિભાવવા માટે તેનો ચહેરો વધારે પડતો માસૂમ છે. કેટલાક લોકોને આશંકા છે કે વિક્કી એક સારા અભિનેતા તરીકે ગમે તે પાત્ર સહજતાથી ભજવી શકે છે પરંતુ રશ્મિકા આ પાત્રની જવાબદારી નહીં વેઠી શકે. તેના મરાઠી ઉચ્ચારણો વિશે પણ શંકા સેવાય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વારંવાર પોસ્ટપોન થઈ ચૂકી છે. અગાઉ ગત ડિસેમ્બરમાં તે 'પુષ્પા ટૂ' સાથે ટકરાવાની હતી પરંતુ ફરી મુલત્વી રહી હતી. હવે  ફિલ્મ આગામી ફેબુ્રઆરીમાં રીલિઝ થવાની છે. 

Tags :