Entertainment

પ્રિયંકા ચોપરાની એક ક્રિપ્ટિક પોસ્ટ જોઇને ચાહકો આશ્ચર્યમાં

By GS TEAM
7 Aug 20251 min read
પ્રિયંકા ચોપરાની એક ક્રિપ્ટિક પોસ્ટ જોઇને ચાહકો આશ્ચર્યમાં

- થોડા સમય પહેલા પણ અભિનેત્રીએ રેખાના ફોટો સાથે વિચિત્ર લખાણ લખ્યું હતું

મુંબઇ : પ્રિયંકા ચોપરા  સોશયલ મીડિયા પર એકટિવ છે અને પોતાના પ્રશંસકો માટે પોતાની તેમજ પતિ અને પુત્રી સાથેની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે જે જોઇને તેના ચાહકો આશ્ચર્યમાં પડી ગયા છે. સાથેસાથે તેના પ્રશંસકો એમ પણ વિચારી રહ્યા છે કે, પ્રિયંકાનું કોઇએ અપમાન કર્યું છે કે પછી તેનો વિશ્વાસઘાત થયો હશે. 

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ જે પોસ્ટ કર્યું છે,તેણે  લખ્યું છે કે, હું સૌથી સારી અને સમજદાર વ્યક્તિ છું. પરંતુ મને બેઇજ્જત કરશો તો સમજી જજો કે જિંદગીમાં મારા ફક્ત ત્રણ મિત્રો જ કેમ છે આ મેસેજ જોઇને તેના ચાહકો આશ્ચર્યમાં પડી ગયા છે. અભિનેત્રીનો આ સંદેશો અંગત લાગવાની સાથેસાથે પ્રાસંગિક પણ લાગી રહ્યો છે. 

આ પહેલા અભિનેત્રીએ ઇન્ટાગ્રામ પર સ્ટોરી પર એકટ્રેસ રેખાનો એક જૂનો ફોટોશૂટની તસવીર શેર કરી હતી. સાથે તેણે લખ્યું હતું કે, બેટર એ બિચ દેન બેચારી. પ્રિયંકાની આ પોસ્ટની ચર્ચા થઇ હતી. પરંતુ તેણે આ પોસ્ટ શેર કરીને કોને નિશાના પણ લીધા હતા તે રહસ્ય જ રહ્યું હતું.