હોલિવૂડની જાણીતી અભિનેત્રી સેલેના ગોમેઝ સપ્ટેમ્બરમાં કરશે લગ્ન, કેલિફોર્નિયામાં યોજાશે ભવ્ય સમારોહ
Image Source: Twitter
Selena Gomez-Benny Blanco Wedding: હોલિવૂડના જાણીતા કપલ સેલેના ગોમેઝ અને બેની બ્લેંકો ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન કેલિફોર્નિયાના મોન્ટેસીટોમાં થશે. આ માટે કપલે સંપૂર્ણ આયોજન કરી લીધું છે. તેમના લગ્ન બે દિવસ સુધી ચાલશે, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ ભાગ લેશે.
સેલેના ગોમેઝ સપ્ટેમ્બરમાં કરશે લગ્ન
હોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝ અને મ્યુઝિક પ્રોડયુસર બેની બ્લેંકોએ આખરે તેમના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે આ કપલ સપ્ટેમ્બર 2025માં કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે લગ્નના બધા કાર્યક્રમો બે દિવસમાં પૂર્ણ થશે અને તેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત ચહેરાઓ હાજરી આપશે.
અભિનેત્રીએ ગત વર્ષે કરી હતી સગાઈ
છેલ્લા કેટલાક મહિનાઓથી આ કપલ તેમના લગ્નને લઈને સમાચારોમાં છે. બન્નેએ ગત વર્ષે એકબીજા સાથે સગાઈ કરી હતી. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મહેમાનોને ઈમેઈલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સેલેનાની ખાસ ફ્રેન્ડ ટેલર સ્વિફ્ટ પણ તેના પાર્ટનર ટ્રેવિસ કેલ્સી સાથે આ લગ્નમાં હાજરી આપશે.