Entertainment

આમિર ખાન અને પરિવાર મુશ્કેલીમાં! ભાઈ ફૈઝલ ખાને તમામ સંબંધો તોડી કર્યા ગંભીર આક્ષેપ

By GS TEAM
18 Aug 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડ એક્ટર આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન પોતાના પરિવાર વિરૂદ્ધમાં નિવેદન આપી રહ્યા છે. જ્યારે હવે ફૈઝલ ખાને પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના પરિવાર સાથે તમામ સંબંધો તોડવાની વાત કરી છે અને આ સાથે પોતાના ભાઈ આમિર ખાન પર ગંભીર આક્ષેપ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આમિર ખાન અને પરિવાર મુશ્કેલીમાં! ભાઈ ફૈઝલ ખાને તમામ સંબંધો તોડી કર્યા ગંભીર આક્ષેપ

Faisal Khan On Aamir Khan and family : બોલિવૂડ એક્ટર આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન પોતાના પરિવાર વિરૂદ્ધમાં નિવેદન આપી રહ્યા છે. જ્યારે હવે ફૈઝલ ખાને પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના પરિવાર સાથે તમામ સંબંધો તોડવાની વાત કરી છે અને આ સાથે પોતાના ભાઈ આમિર ખાન પર ગંભીર આક્ષેપ કર્યા છે.

આમિર ખાનના ભાઈએ પરિવાર પર લગાવ્યા આરોપ

એક્ટર અને ડાયરેક્ટર આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને કહ્યું કે, '2002માં મારા લગ્ન થયા હતા, પરંતુ એજ વર્ષે મારા છૂટાછેડા થયા હતા. આ પછી ફરીથી લગ્ન કરવાને લઈને પરિવાર તરફથી દબાણ કરવામાં આવ્યું હતું. મને આનાથી ખૂબ જ હેરાનગતિ થઈ. તેથી મેં પરિવારના બધા સભ્યોને પત્ર લખીને મારી પરિસ્થિતિ સમજાવી. તેઓએ મને ખોટો માન્યો અને કહ્યું કે, હું માનસિક રીતે અસ્થિર છું.'

ફૈઝલ ખાને કહ્યું કે, 'મને એક માનસિક હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરાયો હતો અને તેમણે મને દવાઓ આપવાનું શરૂ કર્યું હતું. પરિવાર મારાથી વાતો નહોતો કરતો. મને લાગે છે કે, આમિર ખાનનું મગજ ખરાબ થઈ ગયું હતું અને તેણે મારી માતા, નિખત, સંતોષ હેગડે અને ઇમ્તિયાઝની ઉશ્કેરણીથી મારી સાથે આ બધું કર્યું.'

ફૈઝલ ખાને આમિર પર લગાવ્યા આરોપ

ફૈઝલ ખાને આમિર પર આરોપ લગાવતા કહ્યું કે, 'વર્ષ 2008માં બિગ બોસે મને 4 લાખ રૂપિયાની સાઇનિંગ રકમ ઓફર કરી હતી, પરંતુ મને ખાતરી છે કે આમિરને આ વાતની ખબર પડી હશે અને તેણે આવું ન થાય તે માટે વ્યવસ્થા કરી હશે. હવે હું કાયદેસર રીતે પરિવાર સાથેના સંબંધો તોડી નાખીશ. હું એક મહિનાની અંદર આ મામલે અરજી દાખલ કરીશ. હું માનહાનિનો કેસ દાખલ નહીં કરું. કારણ કે હું તેની પાસેથી કંઈ ઇચ્છતો નથી.'

આ પણ વાંચો: રણવીર સિંહની 'ધુરંધર'ના શૂટિંગ દરમિયાન 100થી વધુ લોકો બીમાર, હોસ્પિટલમાં દાખલ; પેટમાં દુ:ખાવાની ફરિયાદ

ફૈઝલના પરિવારે શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી ફૈઝલ મીડિયા સામે આમિર અને તેના પરિવાર પર ખુલ્લેઆમ ગંભીર આરોપો લગાવી રહ્યો છે. આ પછી આમિરના પરિવારે પણ એક સત્તાવાર નિવેદન આપ્યું છે. જેમાં ફૈઝલના નિવેદનોને દુઃખદ ગણાવ્યા છે. સમગ્ર મામલે પરિવારનું કહેવું છે કે, 'આ પહેલીવાર નથી, જ્યારે ફૈઝલે મીડિયામાં કેટલીક ઘટનાઓને વિકૃત રીતે રજૂ કરી હોય. ફૈઝલને લઈને લેવાયેલા દરેક નિર્ણય પરિવાર દ્વારા ઘણા ડૉકટરોની સલાહ લીધા પછી લેવામાં આવ્યો છે.'