Entertainment

હાર્દિક પંડ્યા સાથે અફેર મુદ્દે અભિનેત્રીએ મૌન તોડ્યું, કહ્યું- 'હા, થોડા દિવસ વાત થઈ પણ પછી...'

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા ઘણીવાર તેના ગ્લેમરસ ફોટો અને બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, ઈશાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના તેના અફેરની અફવાઓ પર મૌન તોડ્યું. અભિનેત્રીએ કહ્યું કે, 'મેં અને હાર્દિકે થોડા મહિનાઓ વાત કરી હતી, પરંતુ તેને ડેટ કયું ન કહી શકાય. કારણ કે અમે બંને જીવનસાથી બનવા માટે સુસંગત ન હતા.'

Summarized by AI; it may make mistakes. Check important info

હાર્દિક પંડ્યા સાથે અફેર મુદ્દે અભિનેત્રીએ મૌન તોડ્યું, કહ્યું- 'હા, થોડા દિવસ વાત થઈ પણ પછી...'

Esha Gupta on dating rumors with Hardik Pandya: બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા ઘણીવાર તેના ગ્લેમરસ ફોટો અને બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, ઈશાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના તેના અફેરની અફવાઓ પર મૌન તોડ્યું. અભિનેત્રીએ કહ્યું કે, 'મેં અને હાર્દિકે થોડા મહિનાઓ વાત કરી હતી, પરંતુ તેને ડેટ કયું ન કહી શકાય. કારણ કે અમે બંને જીવનસાથી બનવા માટે સુસંગત ન હતા.'

ઈશાએ હાર્દિક સાથેના તેના સંબંધો વિષે ખુલાસો કર્યો 

વર્ષ 2018માં, ઈશા અને હાર્દિકના અફેરના સમાચાર બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે, તે સમયે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. હવે ઘણા વર્ષો પછી, ઈશા ગુપ્તાએ પોતે આ ચર્ચાઓનો અંત લાવ્યો છે. ઈશા ગુપ્તાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, 'હા, મેં અને હાર્દિકે થોડા સમય વાત કરી હતી પણ મને નથી લાગતું કે અમે ડેટિંગ કરી રહ્યા હતા. પણ હા, અમે થોડા મહિનાઓ વાત કરી હતી.'

અભિનેત્રીએ આ અંગે વધુમાં કહ્યું, 'અમે એ દરમિયાન એવા સ્ટેજ પર હતા કે કદાચ ડેટિંગ થશે અને કદાચ ન પણ થાય. પરંતુ અમારો સંબંધ ડેટિંગ સ્ટેજ પર પહોંચતા પહેલા જ પૂરો થઈ ગયો. તેથી તે ડેટિંગ ન કહી શકાય. અમે એક કે બે વાર મળ્યા પણ હતા, બસ. તો હા, જેમ મેં કહ્યું, તે થોડા મહિના હતા અને પછી બધું પૂરું થઈ ગયું.'

આ પણ વાંચો: બોલિવૂડમાં અવગણના થતાં પ્રોડ્યુસર બન્યો દિગ્ગજ અભિનેતા, પૈસા ડૂબી જતાં કહ્યું - સારો બિઝનેસમેન નથી

અમે બંને અલગ છીએ: ઈશા

ઈશા ગુપ્તાએ કહ્યું કે, 'જ્યારે અમે વાત કરી રહ્યા હતા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમે બંને અલગ છીએ. ઉપરાંત, અમે એકબીજા માટે યોગ્ય નથી. તેમજ મને ખૂબ લાઈમલાઈટ ગમતી નથી, મને સાદું જીવન જીવવું ગમે છે. મને હાર્દિક સામે કોઈ વાંધો નથી, પરંતુ અમારી બધી વાતો ફક્ત વાત કરવાના તબક્કા સુધી જ હતી.'

ઈશા ગુપ્તાનું વર્ક ફ્રન્ટ

ઈશા છેલ્લે બોબી દેઓલની વેબ સીરિઝ 'આશ્રમ'માં જોવા મળી હતી, જેમાં તેના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, તે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેમજ ભવિષ્યમાં 'ધમાલ 4'માં અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરી શકે છે.