Entertainment

ઈશા દેઓલ ભૂતપૂર્વ પતિ સાથે ધાર્મિક યાત્રાએ નીકળી

By GS TEAM
29 Jun 20251 min read
ઈશા દેઓલ ભૂતપૂર્વ પતિ સાથે ધાર્મિક યાત્રાએ નીકળી

- બંનેએ સાથે ગંગા આરતી કરી

- આશ્રમમાં એક જ હાર પહેરાવી સ્વાગત બંને વચ્ચે સંબંધ સુધર્યાની અટકળો 

મુંબઈ: ધર્મેન્દ્રની દીકરી અને એકટ્રેસ ઈશા દેઓલ તેના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની સાથે ધાર્મિક યાત્રાએ નીકળતાં બંને વચ્ચે સંબંધો ફરી સુમધુર થયા હોવાની અટકળો પ્રસરી છે. 

ઈશા અને ભરત ઋષિકેશ પહોંચ્યાં હતાં. બંનેએ ત્યાં સાથે સાથે જ ગંગા આરતી કરી હતી.  તેઓ પરમાર્થ નિકેતન આશ્રમમાં સાથે ગયાં હતાં. ત્યાં સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળ્યાં હતાં. આશ્રમ તરફથી બંનેને એક જ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. બંનેએ આશ્રમમાં સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું.  ઈશા અને ભરત તખ્તાનીએ ગત વર્ષે ફેબુ્રઆરીમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. જોકે, તે જ વખતે બંનેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ તેમની બંને દીકરીઓનો સાથે જ ઉછેર કરશે. 

થોડા દિવસો પહેલાં ઈશાએ ફાધર્સ ડે નિમિત્તે ધર્મેન્દ્ર સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો . આ ફોટામાં પણ ભરત તખ્તાની ધર્મેન્દ્રના પરિવાર સાથે જ હોવાનું જણાયું હતું.