Aishwarya Rajesh: સાઉથ અભિનેત્રી એશ્વર્યા રાજેશ તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. પણ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવવી તેના માટે સરળ ન હતી. કરિયરની શરૂઆતમાં અભિનેત્રીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ઘણી વખત શોષણનો પણ સામનો કરવો પડ્યો, અભિનેત્રીએ મનોરંજન ઈન્ડસ્ટ્રીને લઈને હવે શોકિંગ ખુલાસો કર્યો છે.
'..મને અંદરથી હચમચાવી નાખી'
એશ્વર્યા રાજેશએ એવા કાળા સત્યથી ચાહકોને વાકેફ કર્યા છે કે તે જાણી સૌ કોઈ હેરાન છે. એક ખાનગી પૉડકાસ્ટમાં એશ્વર્યા રાજેશએ એક ફોટોગ્રાફરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે વખતે હું ખૂબ નાની હતી, મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી. તે ભાઈ મને શૂટિંગ માટે સાથે લઈ ગયા હતા. પણ ત્યાં જે થયું તેને મને અંદરથી હચમચાવી નાખી હતી.
'હું તારી બોડી જોવા માગું છું'
'હું મારા ભાઈ સાથે ગઈ હતી, ફોટોગ્રાફરે મારા ભાઈને બહાર બેસાડયો હતો અને મને કહ્યું કે અંદર ચાલો, તેને મને ઈનરવિયર પહેરવા આપ્યા અને બોલ્યો કે હું તારી બોડી જોવા માગું છું, તે સમયે મને ઈન્ડસ્ટ્રીમાં આવું બધુ ચાલે તે ખબર ન હતી. હું માની ગઈ હતી પણ સંપૂર્ણ રીતે નહીં, ત્યારે મને અચાનક જ એવો અહેસાસ થયો કે આ ખોટું થઈ રહ્યું છે. '
આ પણ વાંચો: હું કર્નલ છું ભાઈ...! ટ્રોલર્સને સલમાન ખાનનો જડબાતોડ જવાબ, 'ગલવાન'ના ટીઝર પર મૌન તોડ્યું
બાદમાં મેં ફોટોગ્રાફરને કહ્યું કે, 'મારે આ બધુ કરવા માટે મારા ભાઈની મંજૂરી લેવી પડશે. તે કહી ત્યાંથી હું બહાર નીકળી ગઈ હતી. મેં ક્યારેય આ વાત મારા ભાઈને જણાવી નથી, પણ મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે ઈન્ડસ્ટ્રીમાં આ વસ્તુઓનો સામનો કરવો પડશે.'
'મારી ઉપર ગુસ્સે થયો'
આ સિવાય એશ્વર્યા રાજેશએ એક અન્ય કડવા અનુભવની પણ વાત કરી, કહ્યું જ્યારે સેટ પર હું થોડી મોડી પહોંચી હતી ડાયરેક્ટર બધાની સામે મારી ઉપર ગુસ્સે થયો હતો. ગુસ્સો કરવો કોઈ મોટી વાત નથી કરે, પણ ત્યારે તેમને મારી સરખામણી અન્ય અભિનેત્રીઓ સાથે કરવાની શરૂ કરી દીધી હતી. મારીથી ભૂલ હતી કે હું મોડી પહોંચી પણ બધાની સામે ઉતારી પાડવીએ ઠીક ન હતું. જો કે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી એશ્વર્યા રાજેશએ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ કમાયું છે. પોતાના દમ પર ઓળખ બનાવી છે. ફિલ્મોમાં દમદાર અભિનય માટે લોકો તેને આજે પણ ખૂબ જ પસંદ કરે છે.


