Entertainment

દ્રશ્યમ થ્રી હિન્દી અને મલયાલમ બંનેનું શૂટિંગ ઓક્ટોબરથી

By GS TEAM
22 Jun 20251 min read
દ્રશ્યમ થ્રી હિન્દી અને મલયાલમ બંનેનું શૂટિંગ ઓક્ટોબરથી

- મોહનલાલે સત્તાવાર જાહેરાત કરી દીધી 

- જોકે, બંનેની સ્ક્રિપ્ટ એક જ હશે કે અલગ અલગ વાર્તા હશે તે અંગે અસ્પષ્ટતા

મુંબઈ: અજય દેવગણ તેની હિન્દી  'દ્રશ્યમ થ્રી'નું શૂટિંગ  આગામી બીજી ઓક્ટોબરથી શરુ કરવાનો છે. હવે મૂળ મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ'ના કલાકાર મોહનલાલે પણ મલયાલમ 'દ્રશ્યમ થ્રી'નું શૂટિંગ ઓક્ટોબરથી શરુ કરવાની જાહેરાત કરી છે.  

અજય દેવગણની 'દ્રશ્યમ' અને 'દ્રશ્યમ ટૂ' બંને મોહનલાલની ઓરિજિનલ ફિલ્મની જ રિમેક હતી. જોકે, એક ચર્ચા એવી હતી કે કદાચ ત્રીજા ભાગમાં હિન્દી અને મલયાલમ બંનેનું સાથે સાથે જ શૂટિંગ થશે. જેથી મૂળ મલયાલમ ફિલ્મ પહેલાં રીલિઝ થઈ જાય અને અજય દેવગણની હિન્દી ફિલ્મ પછી રીલિઝ થાય તેવુું ન બને.  

જોકે, હજુ સુધી એ સ્પષ્ટતા નથી થઈ કે હિન્દી અને મલયાલમ બંને 'દ્રશ્યમ  થ્રી' એક જ સ્ક્રિપ્ટ પરથી બનવાની છે કે બંનેમાં તફાવત હશે. બંનેના સર્જકો વચ્ચે કોલબરેશનની કોઈ વાત પણ હજુ સુધી બહાર આવી નથી. 

આ ફ્રેન્ચાઈઝી અજય દેવગણ અને મોહનલાલ બંનેની કેરિયર માટે મહત્વની  ગણાય છે.