Akshaye Khanna Drishyam 3 Exit Controversy: ધુરંધર એક્ટર અક્ષય ખન્નાના 'દૃશ્યમ 3'માંથી અચાનક એક્ઝિટ અંગેનો વિવાદ યથાવત છે. ફિલ્મમેકર્સે અક્ષય પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે તેની એક્ઝિટને અનપ્રોફેશનલ અને ટોક્સિક વર્તન ગણાવ્યું હતું. હવે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠકે આ મામલે પ્રતિક્રિયા આપી છે.
જયદીપ અહલાવત અક્ષયને રિપ્લેસ નથી કરી રહ્યો
તમને જણાવી દઈએ કે, અહેવાલો તો એવા પણ હતા કે જયદીપ અહલાવત ફિલ્મમાં અક્ષયને રિપ્લેસ કરી રહ્યો છે. હવે આ મુદ્દે પણ અભિષેકે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, 'જયદીપ અક્ષયને રિપ્લેસ નથી કરી રહ્યો. હું એક નવું કેરેક્ટર લખી રહ્યો છું. અજય દેવગણે બધું જ મારા પર છોડી દીધું છે. આ મારા, અક્ષય અને પ્રોડક્શન કરતાં વધુ છે. તો હું એ વાતને છોડી દેવા માગું છું કે, અમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરીશું.'
શૂટિંગના 5 જ દિવસ પહેલા અક્ષય ખન્નાએ છોડી ફિલ્મ
તેણે આગળ કહ્યું કે, 'નવેમ્બરમાં કોન્ટ્રાક્ટ સાઈન થયા બાદ આ શરૂ થયું. અક્ષયે શૂટિંગના પાંચ દિવસ પહેલા જ ફિલ્મ છોડી દીધી હતી. તેનો લુક લૉક થઈ ગયો હતો. કોસ્ચ્યુમ બની ગયા હતા. નરેશન થઈ ગયું હતું. તેને સ્ટોરી ખૂબ પસંદ આવી હતી. મારી ફિલ્મ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં છેલ્લો ભાગ સમાપ્ત થયો હતો. એવું ન બની શકે કે તમે બપોરે વાળ વગરના હોય અને સાંજે વાળમાં દેખાવો. હું તેને આ જ પોઈન્ટ સમજાવી રહ્યો હતો અને તેઓ તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. થોડા દિવસો પછી તેમણે ફરીથી આ જ મુદ્દો ઉઠાવ્યો, તેથી અમે કહ્યું કે ચાલો જોઈએ.'
અભિષેકે આગળ કહ્યું કે, હું પૈસા વિશે વાત નથી કરવા માગતો કે, તેને કેટલી ફી માં સાઈન કર્યો હતો. ફી અંગે ફરી વાતચીત થઈ હતી અને અમે એ ફિગર પર પહોંચ્યા હતા જ્યાં અમે સંમત થયા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટ સાઈન થયો અને પછી આ બધો ડ્રામા શરૂ થયો.


