વિદ્યુત જામવાલે વિપુલ શાહની આગામી ફિલ્મ સાઇન કરી હોવાની ચર્ચા
- આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત હશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 જૂન 2020, સોમવાર
વિપુલ શાહ એક ફિલ્મના દિગ્દર્શનનો વિચાર કરી રહ્યા છે. જોકે તેમને છેલ્લી ફિલ્મ નમસ્તે ઇંગ્લેડ બોક્સ ઓફિસ પર ઊંધા માટે પટકાઇ હતી. આ પછી તેણે લાંબા સમયથી ફિલ્મ બનાવી નથી. હવે તે ફરી એક વખત વિદ્યુત જામવાલને લઇને ફિલ્મ બનાવાનું વિચારી રહ્યા છે.
વિપુલ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવાના પ્રયાસમાં છે. આ પહેલા પણ વિદ્યુત અને વિપુલે સાથે કામ કર્યું હોવાથી બન્નેને એકબીજા સાથે કામ કરવાની સારી ફાવટ છે.
ફિલ્મની સાથે જોડાયેલા સૂત્રના અનુસાર વિપુલે વિદ્યુત સાથે એક ફિલ્મના આઇડિયાની ચર્ચા કરી છે અને જલદી જ તેઓ સ્ક્રિપ્ટ ડિસ્કસ કરશે.
વિપુલની આ ફિલ્મની વાર્તા એક પુસ્તકના આધારે હોવાની વાત છે. વિપુલે ૨૦૧૮માં એક પુસ્તકના હક્ક ખરીદ્યા હતા. તેથી તેના પરથી ફિલ્મ બનાવે તેવું જણાઇ રહ્યું છે.