રણબીરની ફિલ્મમાં અરુણ ગોવિલના 'દશરથજી'ના રોલથી દીપિકા ચીખલિયા નાખુશ, કહ્યું- 'મારી સમજની બહાર...'
Dipika Chikhlia On Ranbir Kapoor Ramayana: રામાનંદ સાગરની સુપ્રસિદ્ધ રામાયણ (1987) માં સીતાની ભૂમિકાને દીપિકા ચિખલિયાએ અમર બનાવી દીધી. હવે દીપિકાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે રણબીર કપૂરની આવનાર ફિલ્મ 'રામાયણ' માટે મારો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો નથી. તેણે કહ્યું, 'મારો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો, મને લાગે છે કે તેઓએ મારી સાથે આ વિશે વાત કરવાની પણ તસ્દી લીધી ન હતી.' તેમજ દીપિકાએ નિતેશ તિવારીની રામાયણમાં રાજા દશરથની ભૂમિકા ભજવતા અરુણ ગોવિલ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
દશરથની ભૂમિકા ભજવતા અરુણ ગોવિલ વિશે દીપિકાએ શું કહ્યું?
પ્રખ્યાત ટીવી સિરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવીને અરુણ ગોવિલને ઘણી લોકપ્રિયતા મળી હતી. લોકો તેમને ભગવાન રામ માનવા લાગ્યા હતા. પરંતુ હવે અરુણ ગોવિલ નિતેશ તિવારીની રામાયણમાં રાજા દશરથની ભૂમિકા ભજવશે. આ જાહેરાત પછી ચાહકો આશ્ચર્યચકિત છે. તેમજ દીપિકા ચિખલિયાએ પણ સ્વીકાર્યું કે ગોવિલને એક જ પૌરાણિક કથામાં અલગ અલગ ભૂમિકાઓમાં જોવું વિચિત્ર હશે.
રાજા દશરથની ભૂમિકા ભજવતા અરુણ ગોવિલ વિશે દીપિકાએ શું કહ્યું?
આ વિષે દીપિકાએ કહ્યું કે, 'મેં તેમને ભગવાન રામ તરીકે અને મેં મારી જાતને માતા સીતા તરીકે જોયા છે. મારા માટે તેમને હવે દશરથ રાજા તરીકે જોવું ખરેખર થોડું વિચિત્ર છે. મારું માનવું છે કે અમુક ભૂમિકાઓ દર્શકોના મનમાં એક અતૂટ બંધન બનાવે છે. મારો મતલબ છે કે જો તમે ભગવાન રામની ભૂમિકા ભજવી હોય, તો તમે લોકો માટે ભગવાન રામ છો એટલે હવે આ ઈમેજ તોડવી મુશ્કેલ બની જાય છે.પણ આ અરુણની પોતાની ચોઈસ છે. '
દીપિકા ચિખલિયા રામાયણમાં બીજી કોઈ ભૂમિકા ભજવવા માંગતી નથી
દીપિકા ચિખલિયા પહેલાથી જ કહી ચૂકી છે કે તેણે રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવ્યું છે અને હવે તે બીજી કોઈ ભૂમિકા ભજવશે નહીં. આ વિષે દીપિકાએ વધુમાં કહ્યું કે, 'જો મને મહાભારત કે શિવ પુરાણમાં ભૂમિકા ઓફર કરવામાં આવે તો હું તેના વિશે વિચારી શકુ છું. પરંતુ, હું રામાયણમાં બીજી કોઈ ભૂમિકા ભજવવા માંગતી નથી.'
1987 માં, દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલે માતા સીતા અને ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી અને તેમના પાત્રોને અપાર પ્રેમ મળ્યો હતો. લોકડાઉન દરમિયાન જ્યારે રામાનંદ સાગરની રામાયણ ફરીથી પ્રસારિત થઈ ત્યારે તેણે TRP ની દ્રષ્ટિએ રેકોર્ડ તોડી નાખ્યા હતા.