'મેં મનોમન ગૌરી સાથે લગ્ન કરી લીધા...', પૂર્વ પત્ની સાથેના સંબંધો પર આમિર ખાનનું નિવેદન
Aamir Khan- Gauri: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર લગ્નને લઈને ચર્ચામાં છે. 'સિતારે જમીન પર' ની સફળતા બાદ આમિર હવે તેના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે. પરંતુ, ખાસ વાત એ છે કે, આ વખતે એ માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ 'મહાભારત' ની આખી સીરિઝ હશે, જેમાં આમિર ખાન પોતે કે અન્ય કોઈ જાણીતો ચહેરો જોવા નહીં મળે. આમિરનું કહેવું છે કે, તે આ સીરિઝમાં માત્ર નવા અને અજાણ્યા કલાકારોને જ તક આપશે, જેથી કરીને પાત્રો પોતે જ અસલી સ્ટાર બને.
'મહાભારત' ને લઈને આમિરનો જુનૂન
આમીર ખાને મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મહાભારત' તેના માટે માત્ર એક વાર્તા નહીં, પરંતુ એક જુસ્સો છે. હમણાં મારું લક્ષ્ય 'મહાભારત' બનાવવા પર છે. 'મહાભારત' મારા લોહીમાં છે, તે કહેવું મારી મજબૂરી છે. હું ઓગસ્ટથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છું.' આમિરે સ્પષ્ટતા કરી હતી કે, તે પોતે તેમાં અર્જુન કે કૃષ્ણની ભૂમિકા ભજવશે નહીં અને ન તો તે કોઈ મોટા સ્ટારને કાસ્ટ કરશે. તેમણે કહ્યું, મારા માટે પાત્રો જ સ્ટાર છે.'
પર્સનલ લાઈફ પર ખુલ્લીને બોલ્યા આમીર
આમીર ખાનને પહેલીવાર પોતાના રિલેશનશિપને લઈને ખુલ્લીને વાત કરી છે. તેમણે કહ્યું કે, 'ગૌરી સાથે મારા ખૂબ જ કમિટેડ રિલેશન છે. મેં મનોમન ગૌરી સાથે લગ્ન કરી લીધા છે. હવે તેને ઔપચારિક રુપ આપવું કે નહીં એ તો આવનારા સમયમાં નક્કી થશે.' આમીરે એમ પણ કહ્યું કે, અમે બંને એકબીજા માટે ખૂબ જ ગંભીર છીએ અને અમારી જીદંગી સાથે આગળ વધી રહ્યા છીએ.