બોર્ડર ટુમાંથી દિલજીતનું પત્તું કટ, તેનું સ્થાન એમી વિર્ક લેશે

- પાક એકટ્રેસ હાનિયા સાથે ફિલ્મ કરતાં નુકસાન
- દિલજીતને હાંકી કાઢવા નિર્માતાઓ પર દબાણ હતું : કોન્સર્ટ્સ તથા કોન્ટ્રાક્ટસ પણ ગુમાવશે
મુંબઈ : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર ટુ'માંથી દિલજીત દોસાંઝનું પત્તું કપાઈ ગયું છે. તેના સ્થાને અન્ય પંજાબી કલાકાર એમી વિર્કને રોલ અપાયો હોવાનું કહેવાય છે.
દિલજીતની 'સરદારજી થ્રી' ફિલ્મમાં પાકિસ્તાની એકટ્રેસ હાનિયા અમિર કામ કરી રહી છે. પહલગામ એટેક પછી ભારતના તમામ કલાકારોને પાક ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈપણ પ્રકારે કોલબરેશન નહિ કરવા જણાવાયું છે. આ સંજોગોમાં દિલજીત સામે ભારે વિરોધ થયો છે. 'બોર્ડર ટુ'ના નિર્માતાઓ પર દિલજીતને તગેડી મૂકવા માટે ભારે દબાણ થયું હતું.
જોકે, દિલજીતે એવો ખુલાસો કર્યો છે કે તેણે આ ફિલ્મ પહલગામ એટેક પહેલાં સાઈન કરી હતી અને ત્યારે પાક કલાકારો સાથે કામ કરવા પર કોઈ પ્રતિબંધ ન હતો. પરંતુ, તેનો આ ખુલાસો માન્ય રખાયો નથી. દિલજીત સામે આકરા વિરોધને જોતાં તે ભવિષ્યમાં કેટલીક કોન્સર્ટસ ઉપરાંત એન્ડોર્સમેન્ટના કોન્ટ્રાક્ટ પણ ગુમાવે તેવી સંભાવના છે.








